અમદાવાદમાં લુખ્ખાઓનો આતંક.. 40 વાહનોના તોડ્યા કાંચ..કોની રહેમ નજર હેઠળ લુખ્ખાઓ બન્યા બેફામ..?

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદમાં લુખ્ખાઓનો આતંક.. 40 વાહનોના તોડ્યા કાંચ..કોની રહેમ નજર હેઠળ લુખ્ખાઓ બન્યા બેફામ..?

અમદાવાદ : શહેરના નિર્ણયનગર વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ૪૦ થી વધુ ગાડીઓના કાંચ તોડવામાં આવ્યા હતા તેમજ વિસ્તારની નજીક આવેલા ATM ને પણ નુકસાન પોહચડવામાં આવ્યું હતું. રસ્તામાં આવેલી તમામ ગાડીઓ અને રિક્ષાના કાચ તોડવામાં આવ્યા હતા.

૨૦ થી વધુ યુવાનો બાઈકો સાથે આવ્યા હતા જેમના હાથમાં લાકડી, હોકી અને તલવાર સાથે જોવા મળ્યા હતા તેવું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું.

સવાલ એ ઉભા થઇ રહ્યા છે શું આ લુખ્ખાઓ દ્વારા વિસ્તારમાં પોતાની ધાક જમાવાનો પ્રયત્નો ? શુ લુખ્ખાઓ પર પોલીસની રહેમ નજર કે આશીર્વાદનો હાથ?

વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા લોકોને માર પણ મારવામાં આવ્યો હતો. અને પીડિતોને સારવાર અર્થે સિવિલ મોકલવામાં આવ્યા હતા.

હવે જોવાનું એ રહ્યું કે કેટલી ઝડપી ગતિએ આ તપાસ કરવામાં આવશે અને આ તોફાનીઓએ સબક શીખવાડી પોલીસ પોતાને સાચી સાબિત કરે છે.

TejGujarati