નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોટી સીંગલોટી ગામે ટીસી ફૂંકાઈ જતા ગામમા અંધારપટ
છેલ્લા પંદર દિવસથી નવું ટીસી ના મુકાતા ગ્રામજનો પરેશાન
કાર્યપાલક ઇજનેર ડેડીયાપાડા ને કરાઈ લેખિત રજૂઆત
રાજપીપલા, તા 11
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોટી સીંગલોટી ગામે ટીસી ફૂંકાઈ જતા છેલ્લા 15દિવસથી ગામમાવીજ પુરવઠો ખોરવાઈ જતાગામમા અંધારપટ છવાઈ જવા પામ્યું છે.
આ અંગે બલ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દીપસિંગ વસાવાએ ડેડીયાપાડા ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરને ગ્રામજનો વતી લેખિત આવેદન આપ્યું છે.
જેમાં જણાવ્યું છે કે ગામમા 15 દિવસથી લાઈટ ન હોવાથી ઓનલાઇન શિક્ષણ ચાલતું હોય છે પણ લાઈટ ન હોવાથી ગામના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. 15 દિવસથી લાઈટ ન હોવાથી અંધાપટ છવાઈ ગયું છે.આ અંગે જીઈબીમા રજૂઆત કરવામાં આવી છે છતાં નવું ટીસી ન મુકાતા ગ્રામજનોમા રોષની લાગણી જન્મી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા