ક્યારે યુવાન માંથી થઇ ગયા અંકલ , ખબરજ ના પડી ! લોકો કહે લાજો જરા , ઈશ્ક કરવાની હવે ઉમર નથી. – વિનોદ સોલંકી. ” મિત્ર “

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

ઉમર નથી, ઉમર નથી જિંદગી જીવવાની હવે ઉમર નથી,
લોકો કહે અકળાવ નહિ ,હજુ મરવાની પણ ઉમર નથી.

શું કહેવું , જિંદગી ,એવા પડાવ પર ઉભી છે કે જ્યાં !
હા, કહેવાની ઉમર નથી, કે ના કહેવાની પણ ઉમર નથી.

અકાળે વૃદ્ધ કરી નાખ્યો છે આ દુનિયા એ…!!
લોકો કહે ભજન કરો, ભટકવાની હવે ઉમર નથી.

કેટલાય બાકીછે હિસાબો ઊભા છે હજુય પતાવવાના ,
લોકો કહે ભૂલી જાઓ ,યાદ કરવાની હવે ઉમર નથી.

ક્યારે યુવાન માંથી થઇ ગયા અંકલ , ખબરજ ના પડી !
લોકો કહે લાજો જરા , ઈશ્ક કરવાની હવે ઉમર નથી .

દેવ દર્શન ને મંદિર ના ઓટલે બેસી રહેવું ક્યાં સુધી ?
લોકો કહે ,ધ્યાન ધરો ,ધ્યાન રાખવાની હવે ઉમર નથી

દિલ થાયછે , બે પેગ મારીને ભૂલી જાઉં આ દર્દો બધા ,
લોકો કહેછે દવા પીઓ ,દારૂ પીવાની હવે ઉમર નથી.

ફેસ બુક , વોટ્સઅપ કે ટીક ટોક વગર કેમ જાય જીન્દગી
લોકો કહે મોબાઈલ મુકો , આંખો ફોડવાની હવે ઉમર નથી.

પ્યાર ,મહોબ્બત ને પ્રણય વિષે વિચારવું શું એ પણ ગુન્હો છે,?
લોકો કહે ઘેરજ દીવા કરો , બાર જ્યોત જલાવવાની ઉમર નથી.

બર્ગર, પિત્જા અને પાસ્તા ના તો ખાલી સપના જોવાના ,
લોકો કહે ઉપવાસ કરો ,આચર-કુચર ખાવાની હવે ઉમર નથી

ભાગી જવુછે ,ભગવા પેરીને આ ભવ સાગર ને પેલે પાર ?
લોકો કહે છોકરા સાચવો, બાવા બનવાની હજુ ઉમર નથી .

વિનોદ સોલંકી ” મિત્ર “

TejGujarati