51 કરોડ “શ્રી ઉમિયા શરણમ્ મમ” મંત્ર લેખનની પોથી યાત્રા યોજાઇ
ઉમિયાધામની વિશેષતા
શ્રી ઉમિયા ધામ કેમ્પસ ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવ..
સોલા ઉમિયધામ કેમ્પસમાં 74 હજાર ચોરસ વાર જમીન પર અંદાજીત 1500 કરોડના ખર્ચે વિશાળ માં ઉમિયા ધામનું નિર્માણ થશે.
વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે ૧૩ માળની બે અલગ અલગ હોસ્ટેલની બિલ્ડિંગનું નિર્માણ થશે.
આ હોસ્ટેલમાં 400થી વધારે રૂમ બનાવાશે. જેમાં ૨૦૦થી વધારે ભાઈ-બહેનો રહી શકશે.
અતિ આધુનિક સુવિધા સાથે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે.
સોલા ઉમિયધામ કેમ્પસમાં વર્ષોથી ચાલતા ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ અંતર્ગત upsc અને gpsc જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમાજના દીકરા દીકરીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે નવીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રચના કરાશે.
ઉમિયધામ કેમ્પસમાં અંદાજિત 52 સ્કેવર ફૂટમાં અત્યાધુનિક પાર્ટી પ્લોટ અને શહેરની શોભા વધારે તેવો બેન્ક્વેટ હોલ બનાવવા છે.
ઉમિયા ધામમાં ભોજન અને રહેવાની સુવિધા બનાવાશે.
અન્નપૂર્ણા ભવન અને વિશ્રાંતિ ગૃહ આધુનિક બનાવાશે.
મેડિકલ સેન્ટરનું નિર્માણ કરાશે.
ઉમિયાધામની મુલાકાતે આવતા ભક્તોના વાહન પાર્ક કરવા માટે બે માળનું બેઝમેન્ટ પાર્કિગ બનાવશે.જેમાં 1000 કાર પાર્ક થઇ શકે તેવું વિશાળ પાર્કીંગ હશે.