મહિન્દ્રા મેનુલાઇફ મ્યુચ્યુઅલ ફંડે ઇક્વિટી અને ડેટના ડાયનેમિક સંયોજન દ્વારા આવક સર્જન કરવા ઇચ્છતા રોકાણકારો માટે ‘મહિન્દ્રા મેનુલાઇફ બેલેન્સ્ડ એડવાન્ટેજ યોજના’ શરૂ કરાઇ

બિઝનેસ સમાચાર

 

 

• આ ફંડનો ઉદ્દેશ મલ્ટી વેરિયેટ અભિગમનો ઉપયોગ કરીને ડાયનેમિક એસેટ એલોકેશનનું અનુકરણ કરવાનો છે

• ટૂંકાથી મધ્યમ ગાળાના સમયગાળામાં ઇક્વિટી અને ડેટની સંભવિતતાને શ્રેષ્ઠ બનાવવા માટે

• ટોપ ડાઉન એપ્રોચ અને બોટમ અપ સ્ટોક સિલેક્શન પર આધારિત પોર્ટફોલિયોની રચના

.

મહિન્દ્રા મેનુલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ – MMIMPL, (અગાઉ મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી), એ ઓપન એન્ડેડ ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ ‘મહિન્દ્રા મેનુલાઇફ બેલેન્સ્ડ એડવાન્ટેજ યોજના’ની શરૂઆત કરી છે. આ સ્કીમ જેઓ ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સના ડાયનેમિક રીતે સંચાલિત પોર્ટફોલિયોમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને મધ્યમથી લાંબા ગાળે આવકનું સર્જન કરતી વખતે મૂડીમાં વધારો મેળવવા માંગતા હોય તેવા રોકાણકારો માટે ઉત્તમ છે. આ ફંડ ટૂંકાથી મધ્યમ ગાળાના સમયગાળામાં ઇક્વિટી અને ડેટની ક્ષમતાને શ્રેષ્ઠ બનાવવાનું લક્ષ્ય રાખશે.

 

મહિન્દ્રા મેનુલાઇફ બેલેન્સ્ડ એડવાન્ટેજ યોજના (‘સ્કીમ’)નો ઉદ્દેશ્ય બહુવિધ અભિગમનો ઉપયોગ કરીને ડાયનેમિક એસેટ એલોકેશનનું અનુકરણ કરવાનો છે. આ ફંડમાં માર્કેટ સાયકલમાં ઇક્વિટી અને ડેટ વચ્ચેના મિશ્રણમાં રોકાણ કરવાની લવચીકતા હશે). આ ફંડ ટૂંકાથી મધ્યમ ગાળાના સમયગાળામાં ઇક્વિટી અને ડેટની ક્ષમતાને શ્રેષ્ઠ બનાવશે. ઇક્વિટી રોકાણો માટે પોર્ટફોલિયોનું નિર્માણ ટોપ ડાઉન અભિગમ અને બોટમ અપ સ્ટોક સિલેક્શન પર આધારિત હોવું જોઈએ. આ ફંડનો હેતુ GCMV ઇન્વેસ્ટમેન્ટ ફ્રેમવર્કનો ઉપયોગ કરીને ઇક્વિટી પોર્ટફોલિયોનું નિર્માણ કરવાનો છે. ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સ માટે, આ ફંડ પાકતી મુદત અને ક્રેડિટ પ્રોફાઇલને સંતુલિત કરીને લિક્વિડ, ડેટ અને મની માર્કેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરશે, ઉપરાંત યીલ્ડમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને એક સમયગાળાની વ્યૂહરચનાનું પાલન કરશે.

 

મલ્ટી વેરિયેટ એપ્રોચ: ઇન્ટરનેલ ઇન્વેસ્ટમેન્ટનો અભિગમ કે જે મેક્રો ઇકોનોમિક, માર્કેટ અને ટેકનિકલ સૂચકાંકો, વેલ્યૂએશન્સ, ગ્રોથ આઉટલૂક, વ્યાજ દરો, ઇક્વિડિટી વગેરેના ગુણાત્મક અને માત્રાત્મક મૂલ્યાંકનને જોડે છે.

 

મહિન્દ્રા મેનુલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના એમડી અને સીઇઓ શ્રી આશુતોષ બિશ્નોઇએ જણાવ્યું હતું કે, “વિવિધ મેક્રો-ઇકોનોમિક પરિબળોને કારણે તાજેતરના ભૂતકાળમાં ઇક્વિટી માર્કેટમાં અસ્થિરતા જોવા મળી છે. બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ રોકાણકારોને બજારની અસ્થિરતાને ઘટાડવામાં મદદ કરી શકે છે. મહિન્દ્રા મેન્યુલાઇફ બેલેન્સ્ડ એડવાન્ટેજ યોજનાનો ઉદ્દેશ્ય લાંબા ગાળાના રોકાણકારો માટે જોખમ-સમાયોજિત વળતર આપવાનો છે. અને રિટેલ રોકાણકારો માટે યોગ્ય છે કારણ કે તેમને તેમની એસેટ એલોકેશન પર સતત દેખરેખ રાખવાની જરૂર નથી, કારણ કે ફંડ મેનેજર આ કામગીરી આકર્ષક રીતે કરે છે અને બજારની કોઈપણ પ્રવર્તમાન પરિસ્થિતિમાં યોગ્ય એસેટ્સનું સંયોજન જાળવી રાખે છે.”

 

મહિન્દ્રા મનુલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર – ઇક્વિટી, શ્રી ક્રિષ્ના સંઘવીએ જણાવ્યું હતું કે “મહિન્દ્રા મનુલાઇફ બેલેન્સ્ડ એડવાન્ટેજ સ્કીમ તમામ શ્રેણીના રોકાણકારો માટે આદર્શ છે, પછી ભલે તે પહેલીવાર રોકાણકાર કરનાર હોય, માર્કેટ ટાઈમર હોય કે લાંબા ગાળાના રોકાણકારો હોય. ફંડનો ધ્યેય સમગ્ર માર્કેટ સાયકલમાં ઇક્વિટી અને ડેટ વચ્ચેના શ્રેષ્ઠ સંયોજનને મેળવવાનો છે, ઇક્વિટી અને ડેટમાં 100% સુધી રોકાણ કરવાની સુગમતા સાથે, આ સ્કીમ અસ્થિર બજારની પરિસ્થિતિઓ માટે યોગ્ય હોઈ શકે છે. આ ફંડમાં સ્ટોકનું વાજબી મૂલ્યાંકન નક્કી કરવા અને પૂર્વાનુમાનનું આંકલન કરવા અને જોખમોનું વધુ સારી રીતે સંચાલન કરવા માટે મજબૂત GCMV પ્રોસેસ અને રિસ્ક ગાર્ડની પ્રક્રિયા હશે.”

 

આ ન્યુ ફંડ ઑફર 9મી ડિસેમ્બર, 2021ના રોજ ખુલ્યુ છે અને 23મી ડિસેમ્બર, 2021ના રોજ બંધ થવાનુ છે. આ સ્કીમ ત્રીજી જાન્યુઆરી, 2021થી સતત વેચાણ અને પુનઃખરીદી માટે ફરી શરૂ થશે. મહિન્દ્રા મેનુલાઇફ બેલેન્સ્ડ એડવાન્ટેજ યોજનામાં ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સ અથવા ડેટ અને મની માર્કેટ સિક્યોરિટીઝ (TREPS (ટ્રાઇ-પાર્ટી રેપો), રિવર્સ રેપો સહિત). બંનેમાં મહત્તમ 100% રોકાણ હશે.

 

આ પ્રોડ્ટ્સ એવા રોકાણકારો માટે યોગ્ય છે કે જેઓ શોધી રહ્યા છે:

મધ્યમથી લાંબા ગાળા માટે આવકનું સર્જન કરતી વખતે મૂડીમાં વધારો ;

ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સના ડાયનેમિક રીતે સંચાલિત પોર્ટફોલિયોમાં રોકાણ.

 

 

* જો આ પ્રોડક્ટ્સ તેમના માટે યોગ્ય છે કે કેમ તે અંગે શંકા હોય તો રોકાણકારોએ તેમના ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી જોઈએ.

ન્યુ ફંડ ઓફર દરમિયાન સ્કીમ માટે નિર્દેશિત કરાયેલ પ્રોડક્ટ લેબલીંગ / રિસ્ક લેવલ સ્કીમની લાક્ષણિકતાઓ અથવા મોડલ પોર્ટફોલિયોના આંતરિક મૂલ્યાંકન પર આધારિત છે અને જ્યારે વાસ્તવિક રોકાણ કરવામાં આવે ત્યારે ન્યુ ફંડ ઓફર પછી તે બદલાઈ શકે છે.

 

TejGujarati