એચ.એ.કોલેજમાં ઇન્ટરવ્યુ ટેકનીક્સ વિશે વક્તવ્ય યોજાયુ

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ “ઇન્ટરવ્યુ ટેકનીક્સ” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ હતુ. આ ટોપીક વીશે કોલકાતા આઈ.આઈ.એમ.ના પૂર્વ વિદ્યાર્થી તથા મોટીવેશનલ સ્પીકર રોહન ગર્ગ વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે કોઈપણ પોસ્ટ માટેનો ઇન્ટરવ્યુ માત્ર તમારી સ્કીલ કે ટેલેન્ટ બતાવવા નથી હોતો પરંતુ આપના જવાબમાં આપનો આત્મ વિશ્વાસ, સચ્ચાઈ તથા તમારી વાત રજૂ કરવાની રીત ખુબજ અગત્યની છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ઇન્ટરવ્યુ આપતા પહેલા તમારો પહેરવેશ, તમારી ચાલ, બેસવાની રીત તથા એટીટ્યુડ ખુબજ અગત્યનો છે. ક્યારેક ઓવર કોન્ફીડન્સ આપણને નુકશાન કરે છે. તમે જે પોસ્ટ માટે ઇન્ટરવ્યુ આપવા જતા હોવ તેના વીશેની સંપૂર્ણ માહિતી તથા અનુભવ હોવો જરૂરી છે તથા તમે તે પોસ્ટ માટે સંપૂર્ણ ફીટ છો તેવુ સાબીત કરવુ જોઈએ. કોલેજના પ્રા.મહેશ સોનારાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતુ. કોલેજના વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી કરી સમાધાન મેળવ્યુ હતુ.

TejGujarati