ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ “વોકેબ્યુલરી બીલ્ડીંગ” વિષય ઉપર સેમીનાર યોજવામાં આવ્યો હતો.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

અંગ્રેજી ભાષાના શબ્દોનો ભંડોળ તથા તેનો
યોગ્ય ઉપયોગ આજના સમયની માંગ છે
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ “વોકેબ્યુલરી બીલ્ડીંગ” વિષય ઉપર સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે કેરીઅર લોન્ચરના ડૉ.પ્રશાંત સુગંઘ એ વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે ૨૧મી સદીમાં અંગ્રેજી ભાષા ઉપરનું પ્રભુત્વ તથા કોમ્પ્યુટરનું નોલેજ હોવુ જરૂરી છે. અંગ્રેજી ભાષાના શબ્દો યાદ કેવી રીતે રાખવા તથા તેનો પ્રોપર ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તેની માહિતી આપી હતી. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે આજના ટેકનોલોજીના યુગમાં ઈગ્લીશ લેગ્વેજ ઉપરની પકડ હોવી ખુબજ જરૂરી છે. આત્મ વિશ્વાસ સાથે પોતાના વિચારો વ્યક્ત કરવા તથા સામેની વ્યક્તીને કન્વીન્સ કરવા તમારૂ પ્રેઝન્ટેશન અસરકારક હોવુ જોઈએ તે માટે તમારી પાસે શબ્દોનો ભંડોળ તથા તેનો યોગ્ય સમયે ઉપયોગ જરૂરી છે. કોલેજના પ્રા.મહેશ સોનારાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતુ. કોલેજના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ મોટી સંખ્યામાં ભાગ લઇ સેમીનારને સફળ બનાવ્યો હતો.

TejGujarati