આજ થી 45 વરસ પૂર્વે શ્રી સીમંધરસ્વામીજીના પ્રાઙ્ગણમા ઐતિહાસિક ભવ્ય આચાર્ય પદપ્અદાન મહોત્સવ ઊજવાયો હતો.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

આજ થી 45 વરસ પૂર્વે શ્રી સીમંધરસ્વામી જી ના પ્રાઙ્ગણ મા ઐતિહાસિક ભવ્ય આચાર્ય પદપ્અદાન મહોત્સવ ઊજવાયો હતો 9 મી ડિસેમ્બરે 1976 ના રોજ તે વખત ના મુખ્યમંત્રી શ્રી યુત્ ચીમનભાઈ પટેલ સમેત ભારતભર ના જૈન સંઘો ના જન માન્ય અને ગણમાન્ય શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢી ના પ્રમુખ શેઠ શ્રી કસ્તુરભાઇ લાલભાઈ શેઠ, અમદાવાદ ના તે સમય ના મેયર શ્રી નરોત્તમભાઈ ઝવેરી , સાહિત્યકાર શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ એ ખુબ ચીવટ અને ખંત થી આ સમારોહ ને ઓપ આપ્યો હતો, ભારતવર્ષ માથી આવનારા તમામ ના આવકાર સાથે સ્વાગત ની તૈયારી મા આ બધા અગ્રણીઓ જુટી ગયા હતા કારણ નિ:સ્પૃહા નિ:સ્વાર્થી એક એવા ધર્માચાર્યો ની તાતી જરુરિયાત જણાતી હતી વિશ્વ ના ફલક ઊપર નેતૃત્વ આપી શકે અને ખરેખર દિગંબર સમાજ ના અગ્રણી શાહૂ શાન્તિ પ્રસાદ જૈને પણ હાજરી આત્મીયતા થી આપવા પધાર્યા હતા મહેસાણા તીર્થ નું વિશાળ અને વિરાટ પ્રાઙ્ગણ પણ ત્યારે સહુને વામણું જ ભાસ્યુ હતું આજે પણ એની સાક્ષી છે આ (પ્રાયે કરીને પીપળ ના) પાન્દડા ઊપર અડીખમ સ્મૃતિ 45 પૂર્વ ની, 1976 ની નવમી ડિસેમ્બરે આચાર્ય પદવી ની યાદ મા શ્રીયુત્ કુમારભાઈ વી શાહ દ્રારા કરાવીને આપવામા આવી હતી આગન્તુક ગુરુભક્ત મહેમાનો ને અને તેઓ પણ આ ઐતિહાસિક આચાર્ય પદવી નાપ્રસંગ મા સાક્ષી હતા
પ્રેષક-:ડા. આત્મવિકાસ UK જૈન જ્યોતિષી

TejGujarati