પંખી ……..- બીના પટેલ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

પોતાનું સત્વ માપવાં ને પંખી ઉડે આકાશમાં ….!

ગગનનાં અગમ્ય ઊંડા પોલાણમાં ,
વાદળીનાં મીઠાં મધુરાં વખાણમાં ,
શશીના એક ટૂંકાને ટચ રોકાણમાં ,

પંખી મથે છે રહસ્ય પામવા આકાશના …!

દેવત્વ પામવા પંખી ઉડે આકાશમાં ….!

સળવળતા વાયરા મગ્ન છે શાખોમાં ,
તરસતા પર્ણો ગુંથે
કલરવને હાથોમાં ,
ઝળહળતા તારલાં
ઉર્જા ભરી રાતોમાં ,

પંખી મથે છે મનુષ્યત્વ પામવા આકાશમાં …!

-બીના પટેલ

TejGujarati