એચ.એ કોલેજમાં “રોડ ટુ સક્સેસ ઇન બીઝનેશ” વિષય ઉપર વક્તવ્ય યોજાયું.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ શરૂ થયેલી પાંચ દિવસીય એકેડેમીક લેક્ચર સીરીઝના ત્રીજા દિવસે અમદાવાદના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ રીતુરાજ વર્માએ “રોડ ટુ સક્સેસ ઇન બીઝનેશ” વિષય ઉપર વક્તવ્ય આપ્યુ હતુ. શ્રી વર્માએ કહ્યું હતુ કે કોઈપણ બીઝનેશ શરૂ કરતા પહેલા તેની પસંદગી, ડેટા એનાલીસીસ, ટેકનોલોજી, ગ્રોથ તથા સ્ટ્રેટેજી વીશે પૂરો અભ્યાસ કરવો જરૂરી છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે કોઇપણ નવી ફર્મ શરૂ કરતા પહેલા તે પ્રોડક્ટની ડીમાન્ડ, માર્કેટીંગ, સેલીંગ, ક્વોલીટી તથા ગ્રાહકના સંતોષની સાથે ગુડવીલ ઉભુ કરવુ જોઈએ. કોઈપણ બીઝનેશમાં સફળતા મેળવવા માટે પ્રામાણીકતા સાથે કઠોર પરિશ્રમ હોવો પણ જરૂરી છે. કોલેજના પ્રા.અલ્પા પાઘડળે કાર્યકમનું સંચાલન કર્યું હતુ તથા પ્રા.પંકજ રાવલે આભારવિધી કરી હતી. કોલેજના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ કાર્યક્રમમાં હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

TejGujarati