નેપાળ ખાતે પહોંચેલી વેલીયન્ટ ક્રિકેટ ટીમે ગૌરાંગ દવેના પિતા ને શ્રદ્ધાંજલિ આપી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

નેપાળ ખાતે પહોંચેલી વેલીયન્ટ ક્રિકેટ ટીમે ગૌરાંગ દવેના પિતા ને શ્રદ્ધાંજલિ આપી.

વેલીયન્ટ ક્રિકેટ ટીમ નેપાળ ખાતે સ્ટાર ડેસ્ક ટી2 સિરીઝ રમવા માટે પહોંચી હતી

રાજપીપલા તા 7

વેલીયન્ટ ક્રિકેટ ટિમ ના વિકેટ કીપર બેટ્સમેન ગૌરાંગ દવે ના પિતા મુકેશભાઈ દવે નું કોરોના કાળ દરમ્યાન મૃત્યુ થયું હતું બીમારી બાદ વડોદરા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા ત્યારે વેલીયન્ટ ક્રિકેટ ટીમ દ્વારા નેપાળ માં રામાયેલ રહેલી સ્ટાર ડેસ્ક ટી 20 દરમિયાન વેલીયન્ટ ક્રિકેટ ટીમના ઓફિશિયલ
સોશિયલ મીડિયા એકાઉન્ટ માં પોસ્ટ કરી ને ગૌરાંગ ના પિતા ને શ્રદ્ધાંજલિ આપી હતી.

વેલીયન્ટ ક્રિકેટ દ્વારા આવી આ પહેલી ઘટના નથી વર્ષ 2015 માં નર્મદા જિલ્લાના ક્રિકેટર વિશાલ પાઠક ના માતા નું બીમારી માં મૃત્યુ નીપજ્યું હતું ત્યારે રાજકોટ ખાતે રામાયેલ રહેલ ટુર્નામેન્ટ પેહલા શ્રદ્ધાંજલિ આપી ને જ ટુર્નામેન્ટ ની શરૂઆત કરી હતી એટલી કહી શકાય કે વેલીયન્ટ ક્રિકેટ માત્ર ક્રિકેટ ટિમ જ નહીં પણ ટીમના દરેક ખેલાડી ના સુખ દુઃખ માં સહભાગી થતી હોય છે એ ચાહે કોઈ ખેલાડી ના ઘરમાં મૃત્યુ નો પ્રસંગ હોઈ કે પછી કોરોના કાળ દરમ્યાન કોઈ ખેલાડી ને તકલીફ પડી હોય તો તે સમયે પણ વેલીયન્ટ ક્રિકેટ તેમની પડખે ઉભું રહ્યું હતું

હાલ તો નેપાળ ખાતે ટુર્નામેન્ટ માં વ્યસ્ત ક્રિકેટરો વિપુલ નારીગરા, રિચિ શુકલા,વિશાલ પાઠક,સલમાન પઠાણ,નીતિન ચૌધરી અને જયેશ વસાવા એ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગૌરાંગ દવે ના પિતાને શ્રદ્ધાંજલિ અર્પિ હતી.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati