એલપીજી સિલિન્ડર ગ્રાહકોને મોટી રાહત આપવાની તૈયારીમાં મોદી સરકાર

ભારત સમાચાર


કેન્દ્ર સરકાર મહિલાઓને રાહત આપવા માટે એલપીજી સિલિન્ડરનું વજન ઓછું કરવાની યોજના તૈયાર કરી રહી છે. રાંધણ ગેસ સિલિન્ડરોનું વજન 14.2 કિગ્રા હોવાના કારણે તે ખુબ ભારે લાગે છે. જેના કારણે મહિલાઓને ઉઠાવવામાં તકલીફ પડતી હોય છે. આ વાતને ધ્યાનમાં રાખતા સરકાર તેનું વજન ઓછું કરવા સહિત અનેક અન્ય વિકલ્પો પર વિચાર કરી રહી છે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં આ અંગે જાણકારી આપી છે.  તે પહેલા સંસદના એક સભ્યે સિલિન્ડર ભારે હોવાના કારણે મહિલાઓને થતી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો. હરદીપ સિંહ પુરીએ આ સવાલનો જવાબ આપતા જણાવ્યું કે અમે નથી ઈચ્છતા કે મહિલાઓ અને દીકરીઓને સિલિન્ડરનું ભારે વજન ઉઠાવવું પડે. આ માટે અમે સિલિન્ડરનું વજન ઓછું કરવા પર વિચાર કરી રહ્યા છીએ.
પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું કે અમે એક રસ્તો કાઢીશું પછી ભલે તે 14.2 કિગ્રા વજનને ઓછું કરીને પાંચ કિલોગ્રામનું બનાવવાનું હોય કે પછી કોઈ અન્ય રીત…. અમે આમ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ ઉપરાંત મંત્રી હરદીપ સિંહ પુરીએ ગૃહમાં જણાવ્યું કે દેશભરમાં ઉજ્જવલા 2.0 અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના  હેઠળ 8.8 કરોડ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે.

TejGujarati