અમવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે મંદિર નિર્માણ પ્રારંભ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉમિયા મંદિર નિર્માણનો શુભારંભ
****
સમાજમાં સહકારના સથવારે પ્રગતિના સોપાન સર કરીએ : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
****
આપણે જીત મેળવવાનું લક્ષ્ય રાખીએ, પરંતુ કોઇને હરાવવાનો ભાવ ન રાખીએ : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
****વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના વિશ્વ ઉમિયા ધામ ખાતે મંદિર નિર્માણ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણે સૌએ સમાજમાં સહકારના સથવારે પ્રગતિના સોપાન સર કરવાનો ભાવ કેળવવો જોઈએ.મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે પ્રાસંગિક સંબોધનમાં કહ્યું કે આપણે જીતવાનું લક્ષ્ય ચોક્કસ રાખવું જોઇએ ,પરંતુ તેમાં કોઇને હરાવવાનો ભાવ ન હોવો જોઈએ.સંયુક્ત કુટુંબની ભાવના સંયુક્ત કુટુંબની ભારતીય પરંપરાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે સમાજમાં ઉત્તમ કાર્યો સહકારની ભાવનાથી જ સાકાર થાય છે.આ અવસરે તેમણે ધર્મના સાચા તત્વો અનુસરવાનું અનુરોધ કરતાં કહ્યું કે ધર્મ આપણને હકારાત્મક રહેવાનું શીખવે છે, જરૂર હોય છે માત્ર આચરણની.મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત શ્રોતાઓ ને જીવનમાં હકારાત્મક ભાવ કેળવવાનું સુચન કરતાં કહ્યું કે, આપણે બુદ્ધિનો ઉપયોગ કામ માટે કરવો જોઈએ તેમાં વ્યક્તિ કેન્દ્રસ્થાને ન હોવી જોઈએ.મુખ્યમંત્રીશ્રીએ પાટીદાર સમાજે શિક્ષણ અને રોજગારીના ક્ષેત્રે કરેલી નેત્રદીપક કામગીરીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ ક્ષેત્રોમા પાટીદાર સમાજે કરેલી કામગીરી અન્ય સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે દરેક સમાજે અન્ય સમાજ પાસેથી સારી બાબતો શીખવી જોઈએ.આ અવસરે પાટીદાર સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત – અભિવાદન કર્યું હતું.આ પ્રસંગે સમાજના અનેક દાતાશ્રીઓ દ્વારા મંદિર નિર્માણ માટે માતબર રકમનું દાનની જાહેરાત કરી હતી.આ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, શ્રી રજનીભાઈ પટેલ,
સર્વ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી પ્રદીપભાઈ પરમાર, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ મોરડીયા,શ્રી બ્રિજેશભાઈ મેરજા, શ્રી સૌરભભાઈ પટેલ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

TejGujarati