હાઈ નેટવર્થ રોકાણકારો માટે પેટીએમ મનીના પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ (પીએમએસ) માર્કેટપ્લેસનો પ્રારંભ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

પીએમએસ બાઝાર સાથે ભાગદારીમાં પીએમએસ ઈનવેસ્ટીંગના
કોમ્પ્રેસિવ પ્લેટફોર્મનો પ્રારંભ

– પેટીએમ મનીનો મોટા HNI બેઝને તેમના મૂડીરોકાણના વ્યવસ્થાપન
માટે સહાયની જરૂર છે, તે હવે કંપની માટે મહત્વનો રેવન્યુ સોર્સ બનીને
પીએમએસનો ઉપયોગ કરી શકશે.

– ટેકનોલોજી આધારિત માર્કેટપ્લેસ ઓફર કરી 360 ડીગ્રી અભિગમ વડે
પીએમએસ પ્રોવાઈડર્સ અને તેમની વ્યૂહરચનાઓ સાથે સીધી તુલના થઈ શકશે.

– પીએમએસ ઈન્વેસ્ટીંગનું લોકશાહીકરણ કરીને યોજનાઓનો ઐતિહાસિક
પર્ફોર્મન્સ ડેટા રજૂ કરાશે, જે જાહેરમાં ઉપલબ્ધ નથી.

– રોકાણકારો એડવાઈઝરને સીધો કૉલ કરીને યોજના અંગે ઊંડાણપૂર્વક
સમજ મેળવી શકશે અને પ્રક્રિયાને પર્સનાલાઈઝ રાખી શકશે.

– વિવિધ ઓફરો મારફતે HNI ઈન્વેસ્ટરો ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે.

ગ્રાહકો અને વેપારીઓ માટેની ભારતની અગ્રણી ડિજીટલ વ્યવસ્થા
પેટીએમનીસંપૂર્ણ માલિકીની પેટા કંપની પેટીએમ મનીએ HNI રોકાણકારો માટે
પીએમએસ માર્કેટ પ્લેસનો પ્રારંભ કર્યો છે. આ માર્કેટ પ્લેસની રજૂઆત
ઈનોવેટિવ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ (પીએમએસ) એડવાઈઝરી સ્ટાર્ટઅપ
પીએમએસ બઝાર સાથેની ભાગીદારીમાં કરાઈ છે. આ પ્લેટફોર્મ પીએમએસની તમામ
યોજનાઓનું અત્યંત પારદર્શક અને ઘનિષ્ટ વર્ગીકરણ પૂરૂં પાડશે અને HNI
રોકાણકારો માટે વિશ્વાસપાત્ર પ્લેટફોર્મ ઉપલબ્ધ કરશે.

પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ (પીએમએસ) એ HNI ને ઓફર કરાતી
ઈન્વેસ્ટમેન્ટ સર્વિસ છે, જેમાં સેબીએ ઓછામાં ઓછુ રૂ.50 લાખનું રોકાણ
ફરજીયાત બનાવ્યું છે. મૂડીરોકાણની રકમ મોટી હોવાથી અને રોકાણકારો આખરી
નિર્ણય લેતાં પહેલાં વિગતવાર વિકલ્પો પસંદ કરતા હોય છે. વિવિધ મેનેજમેન્ટ
કંપનીઓ અલગ અલગ પીએમએસ યોજનાઓ ઓફર કરતી હોય છે અને આ યોજનાઓનું મૂલ્યાંકન
કરવાનું રોકાણકારો માટે સમય લેતું હોય છે. વધુમાં, તમામ પર્ફોર્મન્ટ
ડિટેઈલ જાહેરમાં ઉપલબ્ધ નહીં હોવાના કારણે આ કામગીરી મુશ્કેલ બની રહેતી
હોય છે.

પીએમએસ માર્કેટ પ્લેસ દરેક યોજના માટે મહત્વના માપદંડ ઓફર કરે છે, જેમાં
કુલ એસેટસ, પ્રારંભની તારીખ, માપદંડ અને ફંડ મેનેજર અંગેની વિગતો હોય છે.
ફંડની લીસ્ટીંગ સેક્શનમાં વિવિધ માપદંડ સામે સમયગાળામાં યોજનાનો
પર્ફોર્મન્સ બતાવ્યો હોય છે. આને પરિણામે રોકાણકારો સ્વતંત્ર રીતે
યોજનાઓની તુલના કરી શકે છે અને પોતાના રોકાણની મજલ સરળ અને પારદર્શક
બનાવી શકે છે. રોકાણકારોએ આ માટે મૂડીરોકાણની પ્રક્રિયા અને જોખમો સમજવા
માટે એડવાઈઝર્સને એક કૉલ કરવાનો રહે છે. આ રીતે માર્કેટ પ્લેસ
ટેકનોલોજીના લાભ લઈને તમામ યોજનાઓનું 360 ડીગ્રી મૂલ્યાંકન એક જ
પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવાની સાથે સાથે વ્યક્તિગત યોજનાઓ અંગે પર્સનાલાઈઝ
સમજ પૂરી પાડે છે.

ઈનોવેટીવ ઓફરો સાથે HNI ઈન્વેસ્ટરો ઉપર ફોકસઃ પેટીએમ મનીએ અગાઉ આઈપીઓમાં
અરજી કરવા માટે HNI રોકાણકાર યુઝર્સ માટે ફીચર રજૂ કર્યું હતું. પીએમએસ
માર્કેટ પ્લેસ એ HNI રોકાણકારોની જરૂરિયાત પૂર્ણ કરવા માટેનું વધુ એક કદમ
છે. આરોકાણકારો ફાયનાન્સિયલ માર્કેટસમાં વધુ સક્રિય હોય છે અને તેમના
મૂડીરોકાણનું કદ પણ નોંધપાત્ર હોય છે. આથી પીએમ માર્કેટ પ્લેસની રજૂઆતથી
ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડના વર્તમાન HNI યુઝર્સ, એફએનઓ અને ઈક્વિટી તથા વધુ
HNI રોકાણકારોને મોનેટાઈઝ કરવામાં સહાય થશે. પરિણામે પેટીએમ મનીની
આવકમાં વધારો થશે.

પેટીએમ મનીના સીઈઓ વરૂણ શ્રીધર જણાવે છે કે “પેટીએમ મની પર અમે રોકાણ અને
ટ્રેડીંગને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવવી રહ્યા છીએ અને તે HNI
રોકાણકારોને ઉપલબ્ધ કરી રહ્યા છીએ. અમે પીએમએસ બજારના સહયોગમાં પીએમએસ
માર્કેટ પ્લેસ ઓફર કરીને એક જ સ્થળે ખરીદીની સુવિધા ઉપલબ્ધ કરી છે.
ડેટાની ઉપલબ્ધિ, ટેકનોલોજી આધારિત પ્રોડક્ટ તથા પીએમએસ નિષ્ણાંતોનો સીધો
સંપર્ક ભારતના સૌથી વધુ પસંદગીના વેલ્થ મેનેજમેન્ટ પ્લેટફોર્મ પેટીએમ
મનીના વિશ્વાસમાં ભારે વધારો કરશે.”

પીએમએસ બઝારના સ્થાપક અને ડિરેક્ટર આર. પલ્લવરાજન જણાવે છે કે “આ અનોખું
વ્યૂહાત્મક જોડાણ ભારતમાં પીએમએસ ઈન્વેસ્ટમેન્ટનો વ્યાપ વધારવામાં હરણફાળ
ભરશે. પેટીએમ મનીની પહોંચ અને પીએમએસ બઝારની વિતરણ શક્તિથી પીએમએસ
ક્ષેત્રે નૂતન પ્રભાતનો પ્રારંભ થશે. વિતરણ ઉપરાંત પીએનએસ બઝારની એવોર્ડ
વિનીંગ સામગ્રી રોકાણકારોનું સંવર્ધન કરશે અને નવી એક્શનેબલ ઈનસાઈટ ઉભી
કરશે. આનાથી ઉદ્યોગની વૃધ્ધિને વેગ મળશે.”

પીએમએસ માર્કેટ પ્લેસ પસંદગીના યુઝર્સ માટે ઉપલબ્ધ થશે તે પછી સંપૂર્ણ રોલઆઉટ થશે.

(1) સ્રોતઃ “ડીજીટલ ટ્રાન્સફોર્મેશન ઓફ પેમેન્ટસ એન્ડ
ફાયનાન્સિયલ સર્વિસીસી ઈન્ડિયા” રેડસિયર મેનેજમેન્ટ કન્સલ્ટીંગ પ્રાઈવેટ
લિમિટેડે તા.15 જુલાઈ, 2021ના રોજ બહાર પાડેલો અહેવાલ.

TejGujarati