નવીન સ્ટાર્ટઅપ્સને સમર્થન અને પ્રોત્સાહન આપવાની પહેલ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

A Mega Exhibition for Startup on
SOCIAL IMPACT THROUGH TECHNOLOGY OR INNOVATION
(તકનીકી અથવા નવીનતા દ્વારા સામાજિક અસર)

નવીન સ્ટાર્ટઅપ્સને સમર્થન અને પ્રોત્સાહન આપવાની પહેલ

તારીખ ૧ અને ૨ ડિસેમ્બરે , એલ ડી એન્જિનિરીંગ કોલેજ ખાતે ”કનેક્ટ સ્ટાર્ટ અપ ડોટ્સ ” અંતર્ગત સ્ટાર્ટ અપ માટે વિવિધ ધંધાકીય વિષયો અંતર્ગત નોલેજ સિરીઝ યોજાઈ તથા સ્ટાર્ટ અપ નું એક્ઝિબિશન યોજાઈ ગયું .

કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ , આપણા યુવા ઉદ્યોગ સાહસિકો ને બજાર પૂરું પાડવાનો ,તેમજ , રોકાણકારો ને એમની રુચિ પ્રમાણે સ્ટાર્ટ અપ સાથે મેળાપ કરાવવાનો છે. સાથો સાથ , ઉદ્યમીઓને સરકારી યોજનાઓ , નાણાં નું આયોજન , પ્રચાર પ્રસાર માટે ના માધ્યમો , વૈશ્વિક ફલક ઉપર પોહ્ચવાની રીત , પેટન્ટ કોપીરાઈટ ની જરૂરિયાત , બિઝનેસ પ્લાન , વગેરે જેવા અતિઆવશ્યક મુદ્દાઓ ઉપર નિષ્ણાંત વક્તાઓએ તેમના અનુભવો વહેંચ્યા .

સ્ટાર્ટ અપ માં પણ એન્જિનિરીંગ , ઓર્ગેનિક ખાદ્ય ખોરાક , ઈ વેહિકલ , ભારતીય પરંપરાગત કલા , મોબાઈલ એપ, વૈજ્ઞાનિક રમકડાં , જેવા સમાજ ને અસર કરતા વિવિધ 25 પ્રોડકટ્સ નું પ્રદર્શન થયું . જેનો બોહળા પ્રમાળ માં રોકાણકારો , મુલાકાતીઓએ લાભ લીધો .

વધુ માં , કાર્યક્રમ ના સ્વપ્નદ્રસ્ટા શ્રી જયેન્દ્ર તન્ના ઈ જણાવ્યું કે , ગુજરાત ના ઇતિહાસ માં સર્વપ્રથમ એવા અર્થપૂર્ણ કાર્યક્રમ નું આયોજન થયું કે જ્યાં વેપારી આલમ , સ્ટાર્ટ અપ , શૈક્ષણિક , વ્યાવસાયિક , સરકારી સંસ્થાઓ ( ૫૦ થી વધુ ) એક મંચ પર આવી હોય અને ઉદ્યોગસાહસિકો ને સહયોગ કરવા એક સુર માં નેમ લીધી છે . સાચા અર્થ માં ડોટ કન્નેક્ટ થયા .

TejGujarati