એચ.એ.કોલેજમાં એકેડેમીક લેકચર સીરીઝનો પ્રારંભ થયો.

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ પાંચ દિવસીય એકેડેમીક લેકચર સીરીઝનો આજરોજ પ્રારંભ થયો હતો.પ્રથમ દિવસે અમદાવાદના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ શુભ માલુએ “વહેપારમાં નાણાકીય હિસાબોનું મહત્વ” વિશે કોલેજના વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. સીએ માલુએ કહ્યું હતુ કે દેશમાં ચાલતા બીઝનેશના કોઈપણ ડીલીંગમાં પારદર્શકતા હોવી જરૂરી છે. દરેક વહેપારીએ નિયમ મુજબ થતો વેરો ભરવો જોઈએ તથા દરેક ગ્રાહકને સ્ટેન્ડર્ડ વસ્તુ આપવી જોઈએ. શ્રી માલુએ વ્યક્તિગત રોકાણો ક્યાં ક્યાં કરવા જોઈએ તથા સરકારના નિયમ મુજબ આપણને કયા લાભો મળે છે તેની વિસ્તૃત ચર્ચા કરી હતી. એકાઉન્ટન્સી વિભાગના વડા પંકજ રાવલે કહ્યું હતું કે વાણિજ્યમાં જાહેર હિસાબો ઉપલબ્ધ હોવા જોઈએ જેનાથી ગ્રાહકોને સચોટ માહિતી મળી શકે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે કોમર્સ કોલેજના સબજેકટ ઓરિએન્ટેડ એકેડેમિક લેકચર સીરીઝ શરૂ થવાથી વિદ્યાર્થીઓને હાલના શેરબઝાર, મ્યુચ્યુઅલ ફંડ તથા અન્ય ફાઇનાન્સીઅલ બાબતોથી માહિતગાર થશે. આ સીરીઝના ભાગરૂપે આવતીકાલે સીએ ચિરાયુ માલુ મેનેજમેન્ટ ઉપર વક્તવ્ય આપશે. આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.

TejGujarati