કુમકુમ મંદિર ખાતે ભગવાન પાસે હીટર મૂકવામાં આવ્યા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કુમકુમ મંદિર ખાતે ભગવાન પાસે હીટર મૂકવામાં આવ્યા.

તા. ૩ – ૧ર – ર૦ર૧ ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે શિયાળાની ઋતુમાં માવઠું પડતાં ગાત્રો થીજાવતી ઠંડીમાં ભગવાનને ગરમી મળી રહે તેવા ભક્તિભાવથી શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ હીટર મૂકવામાં આવ્યા છે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ હીટર મૂકવાના કારણ અંગે જણાવ્યું હતું કે,આપણા શાસ્ત્રમાં ભગવાનની ભક્તિ ઋતુને અનુસાર કરવામાં કીધેલ છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ આ રીતે ભક્તિ કરવાની રીત વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના ર૩ મા વચનામૃતમાં પ્રતિપાદન કરેલી છે.આપણે જેમ દેહને સુખ થાય તેવી રીતે શિયાળા,ઉનાળા અને ચોમાસામાં ઋતુને અનુસાર વસ્ત્રો પહેરીએ છીએ અને આહાર લઈએ છીએ,તેવી જ રીતે ભગવાનને પણ ઋતુ અનુસાર વસ્ત્રો પહેરાવવા જોઈએ અને થાળ ધરાવવા જોઈએ. તો જ ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય છે.તેથી હાલ, માવઠું પડતાં ઠંડીમાં વધારો થતાં ભગવાનને ગરમ વસ્ત્રો પહેરાવામાં આવે છે.શાલ ઓઢાડવામાં આવે છે અને ભગવાન સમક્ષ હીટર પણ મૂકવામાં આવે છે.

ઋતુ અનુસાર જ ભગવાનની ભક્તિ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. આપણા શાસ્ત્રોમાં કુલ નવ પ્રકારની ભક્તિ કરવાનું નિરુપણ કરવામાં આવેલું છે. જે માણસો આ નવ પ્રકારે ભગવાનને ભજે છે તેને મોક્ષપદ પ્રાપ્ત થાય છે.તેથી આપણે નવધા ભક્તિ કરીને મોક્ષ સાધી લેવો જોઈએ.

  • સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
  • મો. ૯૮૯૮૭૬૫૬૪૮

TejGujarati