મળવા જેવા માણસ નવનીતભાઈ પોપટદાસ અગ્રાવત …

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ઘેડ વિસ્તારના કોયલાણા ગામે રામજી મંદિરની સેવાપૂજા સાથે સાથે કાનગોપી રાસ મંડળી અને ગૌશાળા જેવી ધાર્મિક અને પરોપકારના કર્યો કરતા પોપટદાસ અગ્રાવતના દીકરા નવનીતભાઈ અગ્રાવત પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં મેળવી નોકરી અર્થે વર્ષ 1999 થીરાજકોટમાં સ્થાયી થયા .
રાજકોટ આયકર વિભાગમાં ટેક્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ નિભાવતા નવનીતભાઈને સિકલસેલ નામની અસાધ્ય બીમારી લાગુ પડી ,
આ બીમારીમાં શરીરનું ઓક્સિઝન લેવલ ઘણી વાર આશ્ચર્યજનક રીતે ઘટી જતું હોય છે એની પૂર્તિ કરવા નવનીતભાઈએ એક રસ્તો શોધી કાઢ્યો ,નક્કી કર્યું કે સતત વૃક્ષોના સહવાસ માં રહેવું અને શરૂ થઈ પ્રાકૃતિક જીવન યાત્રા….
ગાંઠના ખર્ચે ગોપીચંદ કરતા અને જીવદયા પ્રેમી મિત્રો મળતા ગયા અને કાફલો બનતો ગયો , નવનીતભાઈ પહેલા એ જી.સ્ટાફ ક્વાર્ટર માં રહેતા ત્યાં વૃક્ષો વાવવાની શરૂઆત કરી , પછી મિત્રોની મદદથી રેસકોર્ષ રિંગ રોડ પણ વન ટ્રી ગાર્ડન ગ્રુપના બેનર હેઠળ લોકોને આ પ્રવૃત્તિ માં જેડવાની શરૂઆત કરી .
નવનીતભાઈના મતે લોકોમાં પ્રદુષણ અને પર્યાવરણ બાબતે ખૂબ જ જાગૃતિ આવતી જાય છે અને પ્રદુષિત હવા અને ખોરાક થી બચવા લોકો સ્વયંભૂ કિચન અને ટેરેસ ગાર્ડન તરફ વળ્યા છે , નાના નાના કુંડાઓ માં ફૂલછોડ અને શાકભાજી ઉગાડવા માં નિપુર્ણતા ધરાવતા નવનીતભાઈ અને એમનું ગ્રુપ લોકોને કિચન ગાર્ડન માટે પ્રેરિત કરી તે અંગે માહિતી અને સામગ્રી પુરી પાડે છે , નવનીતભાઈ ની અગાસી પર જૈન બટેટા અને ઝુંમખડાના વેલા છે , ઝૂમખડું એક પ્રાચીન અને વિસરાતું જતું શાક છે જેનો પ્રસાર પ્રચાર કરવા તેઓ મહેનત કરી રહ્યા છે .
રાજકોટમાં ગાર્ડનિંગનો શોખ ધરાવતા ચેતનભાઈ સિંધવ , ઉર્વેશભાઈ પટેલ , કશ્યપભાઈ શુક્લ , નરેન્દ્રભાઈ ડાંગર જેવા ચાલીસેક મિત્રો સાથે દર રવિવારે સવારે સાડા છ થી સાડા આઠ એક પ્રાભાતફેરીનું આયોજન કરે છે જેમાં રાજકોટના કોઈ એક સ્થળે બધા મિત્રો સાઇકલ લઈ એકઠા થાય અને પર્યાવરણ જાગૃતિના સૂત્રો લખેલ બેનર સાથે નક્કી કરેલા સફળ ટેરેસ ગાર્ડનરની મુલાકત કરે …
આવું કરવાનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે જે ટેરેસ ગાર્ડનર છે એમનો ઉત્સાહ વધે અને અન્ય લોકોને પ્રેરણા મળે.
એડમિયમ , બોગનવેલ , ગુલાબ જેવા ફૂલછોડનું ડ્રાફટિંગ કરવામાં માસ્ટરી ધરાવતા નવનીતભાઈ વેસ્ટ માં થી બેસ્ટ પણ બનાવી જાણે છે પોતાની ઓફિસે મિનરલ વોટરની ખાલી બોટલોનો નાના પોટ તરીકે ઉપયોગ કરી તેમાં તુલસી , મરચા , રીંગણા , ટમેટાં વગેરેના ધરું તૈયાર કરી લોકોમાં વિતરિત કરે છે ,
એમની અગાસી પર નાના નાના પાણીના ટબમાં કમળ ઉગાડ્યા છે , માઈક્રો વોટર લીલી (કમળ)નું ટ્યુબર તૈયાર કરવામાં પણ ખૂબ જ મહારત હાંસિલ કરી જ હશે એવું એમની અગાસી જોયા બાદ પ્રતીત થયું…!!
ખૂબ જ સાલસ અને પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતા નવનીતભાઈ પ્રાણી પક્ષીની સંભાળમાં પણ અગ્રેસર છે એમના ઘર પાસે એક ખિસકોલી મરી ગઈ તેના ત્રણ નવજાત બચ્ચાંને શરૂઆતમાં ડ્રોપર થી દૂધ પાઈ ઉછેરીને પ્રકૃતિના ખોળે રમતા મૂકી દીધા , એક દિવસ એક પોપટ સાવ બીમાર અને પીંછા ખરી ગયેલી હાલતમાં અગાસીમાં પડ્યો’તો , એમની સેવા શ્રુસુશા દ્વારા તાજોમાજો કરી ઉડતો થયો એટલે છોડી મુક્યો.
હમણાં જ કોરોના નામની ભયંકર માહામારી ગઈ એમાં જીવ ગુમાવનાર વ્યક્તિની યાદગીરી માં એમના સ્વજનોને વૃક્ષો વાવવાની પ્રેરણા અને મદદ બને પૂરું પાડે છે…
રાજકોટ શહેર માં વસતા કોઈને પણ કિચન ગાર્ડન કે ટેરેસ ગાર્ડન અંગે માર્ગદર્શન કે મદદ જોઈતી હોય તો તેઓશ્રી નો સંપર્ક કરી શકો છો…..આજ અમને ફરી એક મળવા જેવો માણસ મળ્યો કે વૃક્ષની જેવું પરોપકારી જીવન જીવે છે , મળીને આનંદ થયો…!!

TejGujarati