કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અમરેલી જિલ્લામાં ગઇકાલે રાત્રે વરસાદની સાથે 50 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો .જેને લઈને બાગાયતી પાકોમાં ભારે નુકસાન બાગાયતી ખેતી કરવામાં આવે છે. ભારે પવન ફૂંકાતા ખેડૂતોના કેળા સહિતના પાકમાં ભારે નુકસાન થયુ હતું. જેને લઈને ખેડૂતોએ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરીને તાત્કાલિક સહાય ચૂકવવા માટે માગ કરી હતી.
તો આ તરફ સમગ્ર રાજ્યની સાથે સાથે સાબરકાંઠાના ખેડૂતોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે શાકભાજી પકવતા ખેડૂતોને ભારે નુકસાની વેંઠવાનો વારો આવ્યો છે. શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. હાલના તબક્કે વાત કરીએ તો 20 કિલો ફુલાવરનો ભાવ એક સપ્તાહ પહેલા રૂ.200ની આસપાસ હતા જે હવે રૂ.80થી 120ની આસપાસ છે. આમ મરચા,ટામેટા સહિતની અન્ય શાકભાજીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. જેને લઈને ખેડૂતો ભારે પરેશાન જોવા મળી રહ્યા છે.