1500 હેક્ટરમાં અને ચાલુ વર્ષે 81 હેક્ટરમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે.ખેડૂતોમાં રોષ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

બે વર્ષથી નર્મદા જિલ્લામાં ચખેતીના પાકમાં નુકસાનનું વળતર મળ્યું નથી?

ગત વર્ષે 1500 હેક્ટરમાં અને ચાલુ વર્ષે 81 હેક્ટરમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે.
ખેડૂતોમાં રોષ

રાજપીપલા, તા.1

છેલ્લા બે વર્ષથી નર્મદા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ અને પૂરના કારણે કાંઠા વિસ્તારના ગામોને ખેતીના પાકમાં ભારે નુકસાન થયું હતું.જેમાં ગત વર્ષે 1500 હેક્ટરમાં ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. તો ચાલુ વર્ષે પણ વાવાઝોડું અને ભારે વરસાદને કારણે 81 હેક્ટરમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. જેમાં કાંઠા વિસ્તારના ગામોમાં ખાસ કરીને કેળના પાકને ભારે નુકશાન થયાના અહેવાલ છે.જોકે ખે દની અને આશ્ચર્યની વાત એ છે કે બે વરસથી ખેડૂતોને થયેલ થયેલ નુકશાનનું વળતર સરકાર તરફ થી આજદિન સુધી મળેલ નથી. જે અંગે ખેડૂતોમાં ભારે રોષ અને દુઃખ પણ છે
આજે ફરી કમોસમી વરસાદ પડયો છે ત્યારે ખેડુતોને થનાર નુકશાન અંગે વળતરની આશા પણ ઠગારી જ નીવડશે કારણ આગળનું વળતર મળ્યું નથી તો નવું ક્યાંથી મળશે?

આ અંગે નર્મદા જિલ્લા ખેતીવાડી અધિકારી નિલેશ ભટે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે જિલ્લામાં ચોમાસામાં અને કરજણ નદીમાંથી પાણી છોડવાના કારણે ખેતીના પાકનેભારે નુકસાન થયું હતું. અમે આ અંગેનો સર્વે કર્યો હતો. અમે સરકારમાં જે તે વખતે થયેલ નુકશાન અંગે નો રિપોર્ટ મોકલી આપ્યો હતો. અને ખેડૂતોને વળતર આપવાની દરખાસ્ત પણ કરી હતી. પરંતુ સરકાર દ્વારા આ વળતરની મંજૂરી આવી ન હોવાને કારણે ખેડૂતોને વળતર ચૂકવી શકાય એમ નથીએમ જાણવા મળેલ છે.

ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે રોજગાર ધંધાબંધ થઈ ગયા હતા. વધારામાંકરજણ ડેમમાં પાણી છોડવાનેકારણે પાણી ખેતરોમાં ફરી વળતાકેળના પાકને ભારે ભારે નુકસાનથયું હતું. ખેડૂતો ને ભારે આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો. ખેડૂત ચારેબાજુથી. પીસાયો છે. ત્યારે સરકાર તરફથી ખેડૂતોને આપવામાં આવતું વળતર હજી સુધી ચૂકવાયું નથી. એ ખરેખર આશ્ચર્ય કહેવાય.
એક તરફ દિલ્હીમાં ખેડૂતો કેટલાય વખતથી અને માગણી માટે આંદોલન કરી રહ્યા છે. હાલ તેમની માંગણી સંતોષાઈછે.તેમહવે નર્મદાના ખેડૂતોને પણ સરકાર તરફથી અપાતું વળતર ન મળતાં વળતર મેળવવા માટે. ખેડૂતોને આંદોલન કરવું પડશે? એવો પ્રશ્ન ખેડૂતોમાં રોષ સાથે ચર્ચાઈ રહ્યો છે. ગ્રામ પંચાયત ની વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આવનારી ચૂંટણીમાં ખેડૂતો ભહિષ્કાર કરે તો નવાઈ નહીં

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati