સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને 15 વર્ષ પહેલા મળતું બંધ થયેલું ટ્રાયબલ ભથ્થુ પુનઃ ક્યારે મળતું થશે?

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદા જિલ્લામાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને 15 વર્ષ પહેલા મળતું બંધ થયેલું ટ્રાયબલ ભથ્થુ પુનઃ ક્યારે મળતું થશે?

રાજપીપલા, તા30

નર્મદા જિલ્લામાં સરકારી કર્મચારીઓઅને અધિકારીઓને 15 વર્ષ પહેલા ટ્રાયબલ ભથ્થુ મળતું હતું. પરંતુ હવે સરકારે છેલ્લા ઘણા વર્ષથી સરકારી કર્મચારીઓને ટ્રાયબલ ભથ્થુ આપવાનું બંધ કરી દીધુ છે.નર્મદા જિલ્લો ટ્રાયબલ વિસ્તાર ગણાય છે. જેમાં મોટાભાગના અધિકારીઓ પાસે એક કરતાં વધારે ચાર્જહોય છે. આ અધિકારીઓ છે પાસે એક કરતાં વધુ ચાર્જ હોવાથી તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએજવું પડે છે. પણ તેમને કોઈ ટ્રાઈબલ ભથ્થું મળતું નથી. તેમની પાસે બમણું કામ લેવાય છે તેનું કોઈચ્છા વધારાનું મહેનતાણું તો મળતું નથી. પણ ટ્રાઈબલ ભથ્થું આપવું જોઈએ.બીજા મોટાશહેરો અને મોટા જિલ્લાઓમાં તો ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, અને મેડિકલ ભથ્થું પણ વધારે મળતું હોય છે જયારે નર્મદા જેવા નાના જિલ્લામા આ એલાઉન્સ પણ ઓછું મળે છે. એટલે એમાં પણએમને આર્થિક નુકશાન તો છે જ. ત્યારે એક તો એક કરતા વધારે હોદ્દાઓ અને ચાર્જ સંભાળતા અધિકારીઓને કામનું ભારણ વધારે હોય છે.ત્યારે ટ્રાઈબલ ભથ્થું આપવું જોઈએ એવુ અઘીકારીઓની લાગણી છે.

આ અંગે રાજકીય નેતાઓ ખાસ કરીને સાંસદો અનેત ધારાસભ્યો કર્મચારીઓના ટ્રાઈબલ ભથ્થુંઅંગે વિચારે અને સરકારમાં રજૂઆત કરે તો આ અધિકારીઓનેટ્રાઈબલ ભથ્થુ મળી શકે તેમ છે. રાજકીય નેતાઓએ આ માટે પણ વિચારવું જોઈએ એવુ અધિકારી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati