કૃષિ આંદોલનમાં એક પણ ખેડૂતનું મોત નથી થયું, વળતરનો સવાલ જ નથી ઉઠતોઃ સરકાર

ભારત સમાચાર

કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ચાલી રહેલા આંદોલનમાં એક પણ ખેડૂતનું મૃત્યુ નથી થયું. આ વાત કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં લેખિત જવાબમાં કહી હતી. તોમરે કહ્યું હતું કે, કૃષિ મંત્રાલય પાસે ખેડૂત આંદોલનના કારણે કોઈ ખેડૂતનું મૃત્યુ થયું હોવાનો કોઈ જ રેકોર્ડ નથી. તેવામાં મૃતક ખેડૂતોના પરિવારજનોને વળતર આપવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો.

હકીકતે લોકસભામાં સરકારને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, શું સરકાર પાસે કોઈ ડેટા છે કે, આંદોલન દરમિયાન કેટલા ખેડૂતોના મોત થયા અને શું સરકાર આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને વળતર આપશે. જો તેમ હોય તો સરકાર આ અંગેની વિસ્તૃત જાણકારી આપે, જો ન હોય તો સરકાર તેનું કારણ દર્શાવે.

TejGujarati