ખડખડાટ હસવા થઈ જાઓ તૈયાર, 25 નવેમ્બરથી શેમારૂમી પર આવી રહ્યા છે કરસનદાસ કોમેડીવાળા આખી દુનિયાની તકલીફોનો ઉકેલ લાવતા કરસનદાસની ખરી પરીક્ષા ત્યારે થાય છે, જ્યારે તેમનો દીકરો નાદાર થાય છે.

મનોરંજન

 

ગુજરાતી નાટકોની સૌથી મોટી બેન્ક સમાન શેમારૂ એન્ટરટેઈનમેન્ટ આપ સૌના મનોરંજન માટે ફરી એકવાર એક શાનદાર કોમેડી નાટક લઈને આવ્યું છે. થોડા સમય પહેલા શેમારૂમી પર રિલીઝ થયેલા ‘શ્રીમતીજી સમજે તો સારું’ નાટકને દર્શકોનો જબરજસ્ત પ્રેમ મળ્યા બાદ હવે દેશ-વિદેશમાં ગુજરાતી દર્શકોનો પ્રેમ મેળવી ચૂકેલું નાટક ‘કરસનદાસ કોમેડીવાળા’ હવે શેમારૂમી એપ પર રિલીઝ થવાનું છે. 25 નવેમ્બરથી આ નાટક તમે ઘરે બેઠા શેમારૂમી પર માણી શક્શો.

‘કરસદાન કોમેડીવાળા’ નામ મુજબ કોમેડી નાટક તો છે, પરંતુ તેમાં જીવન જીવવાની શીખ પણ રહેલી છે. આ નાટક મૂળ તો કરસનદાસ નામના જીવનની બધી જ તડકી-છાંયડી જોઈ ચૂકેલાપિતાના જીવનની આસપાસ ફરે છે. કરસનદાસ જીવનને સામાન્ય કરતા અલગ રીતે જ જુએ છે, અને તેમની આ જ રીત કોમેડીની સાથે સાથે જીવન જીવવાના નવા રસ્તા પણ બતાવે છે. આખી દુનિયાની તકલીફોનો ઉકેલ લાવતા કરસનદાસની ખરી પરીક્ષા ત્યારે થાય છે, જ્યારે તેમનો દીકરો નાદાર થાય છે. કરસનદાસે પોતાના પુત્રને બચાવવા લેણદારોને જામીન આપવા પડે છે, અને અહીંથી તેમની અને લેણદારો વચ્ચે એક જંગ શરૂ થાય છે. જેમાંથી નીપજતું હાસ્ય તમને ઘરે બેઠા જ ખડખડાટ હસાવશે.

દુનિયાને શીખવતા, સલાહ આપતા કરસનદાસ પોતાના પુત્રને બચાવવા કેવી કેવી યુક્તિ લડાવે છે, અને તેમની યુક્તિઓ કામ કરે છે કે નહીં તે જાણવા માટે તો કરસનદાસની પ્રવૃત્તિઓના સાક્ષી જ બનવું પડશે. ખાસ વાત એ છે કે નાટકના અંતે જીવન જરૂરી કેટલાક પાઠ પણ કોમેડીની મીઠાશ સાથે તમારા ગળે ઉતરી જશે.

આ નાટકમાં જાણીતા એક્ટર આશિષ ભટ્ટની સાથે ગુજરાતી કલાકારો જયદીપ શાહ, પિંકી જૈન, પ્રથમ ભટ્ટ, કમલેશ પરમાર, શકુંત જોશીપુરા, અભિજીત ચિત્રે, નીતેશ રાવલ, પ્રદીપ લિંબાચિયા જોવા મળશે. ‘કરસનદાસ કોમેડીવાળા’ શેમારૂમી એપ પર 25 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શેમારૂમી પર થોડાક દિવસ પહેલા રિલીઝ થયેલું નાટક ‘શ્રીમતીજી સમજે તો સારું’ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે, ત્યારે કરસનદાસની કોમેડી પણ દર્શકોને જલસો કરાવશે.

ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મુવી કે વેબસિરીઝ અથવા નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.

TejGujarati