એચ.એ.કોલેજ ધ્વારા અમૃત મહોત્સવ સંદર્ભે ગ્રામ્ય શિબીરનું આયોજન થયુ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. ધ્વારા ત્રિદિવસીય કેમ્પ યોજવામાં આવ્યો હતો. રોપડા તથા ગેરતપુર ખાતે એક સાથે બે કેમ્પનું આયોજન કર્યું હતુ. ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે યોજાયેલ આ ગ્રામશિબીરમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના પાંચ પ્રકલ્પો કોરોના રસીકરણ સર્વે, પ્રાકૃતિક ખેતી તથા જળ સંચય, અંધશ્રધ્ધા-કુરિવાજ નિવારણ, વ્યસનમુક્તી કાર્યક્રમ તથા બેટી બચાવો-બેટી પઢાવો મુખ્ય થીમ હતી. આ અનુસંધાનમાં વિદ્યાર્થીઓ ધ્વારા પોસ્ટર, ચાર્ટ, બેનર્સ, સામાજીક જાગૃતિ ફેલાવા સંદર્ભે રેલીઓ, શેરી નાટકો, બૌધ્ધીક વ્યાખ્યાનો, સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગાસનો વિગેરેનું આયોજન કર્યું હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે પોતાના પ્રતિભાવ આપતા કહ્યું હતુ કે ભારત દેશની આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોમાં તેની માહિતી તથા સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન થયેલી ઘટનાઓનો પ્રચાર તથા પ્રસાર કરવો જોઈએ. કોલેજના એન.એસ.એસ. યુનીટના પ્રોગ્રામ ઓફીસર પ્રા.એચ.બી.ચૌધરી, પ્રા.ચેતન મેવાડા તથા પ્રા.વસાવાએ સમગ્ર શિબીરનું સંચાલન તથા આયોજન કર્યું હતુ. આ શિબીરમાં કોલેજના ૮૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

TejGujarati