પિછવાઈ કળા ૪૦૦ વર્ષ કરતા પણ જુની છે…લગભગ ૧૭ મી સદી માં અસ્તિત્વ માં આવી છે.
આ કળા શ્રી વલ્લભ મહાપ્રભુજી ના પુત્ર શ્રી ગુંસાઈજી ના શુભ હસ્તે થઇ હતી. પુષ્ટિ માર્ગ માં રાગ,ભોગ અને શૃંગાર નું અતિ મહત્વ છે….
ચિત્રકારી ની ઉપશૈલીયો માં પિછવાઈ ની કળા આવે છે…આ કળા માં શ્રી કૃષ્ણ ના અલગ અલગ સ્વરૂપ, શારીરિક મુદ્રા, પોષાક અને વસ્ત્રો ને દર્શાવવા માં આવે છે.
શ્રી કૃષ્ણ ની લીલાઓ ને કલાત્મક ભાવે રજુ કરાય છે કે જેથી અશિક્ષિત વ્યક્તિ પણ વાર્તાપ્રસંગોને જોઈને ભાગવતજી ની લીલાઓને ભાવપૂર્વક સમજી શકે…
આ કળા માં શ્રી કૃષ્ણ ની લીલાઓ અને શ્રીનાથજી ની સેવા નાં અલૌકિક ભાવો નું ચિત્રણ કરાય છે…
આ પરંપરાગત કળા અતિશય મોંઘી હોઈ મોટે ભાગે હવેલીઓ માં જોવા મળેછે….
એક એક ચિત્રકામ કરતાં મહિનાઓ લાગી જાયે છે….
કલાકારો પહેલાં મલમલ કાપડ , કેનવાસ કાપડ , સાટીન કાપડ , સુતરાઉ કાપડ પર રેખા ચિત્ર તૈયાર કરે છે…
એ પછી પધ્ધતિથી સુંદર ચિત્રમાં રંગકામ કરે છે…
સાટીન-સુતરાઉ અને મલમલ-ના કપડાં પર બનાવેલી ચિત્રકારી ને શ્રીનાથજી ના સ્વરૂપ પાછળ મૂકવા માં આવે છે…એ જ પિછવાઈ…
જો પાણી કે ભેજ ન અડે તો સો વર્ષ પછી પણ પિછવાઈ એવી ને એવી જ રહે છે…
ગોવર્ધન લીલા- રાસ લીલા-નંદ મહોત્સવ જેવા ૨૪ ઉત્સવોની અલગ અલગ પિછવાઈઓ મુખ્ય હોય છે….
એ સિવાય ભાગવતજીના બીજા સેંકડો વાર્તા પ્રસંગોને પણ પિછવાઈમાં આલેખવામાં આવે છે….
એ સિવાય ઋતુ મુજબ અને ઉત્સવ મુજબ વનસ્પતિઓ , ફલ , ફૂલ , બાગ બગીચા-પશુ પક્ષી ઓ ના ચિત્રકામની પિછવાઈઓ પણ કરવા માં આવે છે…. ઉનાળામાં કેસર ચંદન સુખડ થી પિછવાઈ બનાવવામાં આવે છે…
વારસાગત અને શુદ્ધ રીતે તો માત્ર કંદમૂળ વનસ્પતિ ગેરુ વગેરે માંથી રંગ બનાવી ચિત્રકામ કરવા માં આવે છે… પણ હવે એક્રેલિક કલર વાપરવા માં આવે છે જેથી ક્યારેક પાણી અડી જાય તો પણ પિછવાઈ બગડે નહીં…
લાલ,પીળા,લીલા,
ગુલાબી,કેસરી રંગો મુખ્ય છે… એના હજારો શેડ અને ટોન બને છે…
અને હા , બજેટ નો પ્રોબ્લેમ ન હોય તો ચિત્ર દોરવાની સાથે સાથે અંદર જડતર કામ – હીરા , માણેક, મોતી , સોના , ચાંદી નો ઉપયોગ કરી ચિત્રકામ ને સુંદર રીતે પૂર્ણ કરવા માં આવે છે…
વ઼જ લીલા ની સાક્ષી એવી પિછવાઈ માં વિવિઘશૈલી જોવા મળે છે … જેમ કકોટાશૈલી જયપૂરશૈલી-બુંદી શૈલી નાથદ્રારા શૈલી- કિશન ગઢ શૈલી….
શ્રી કૃષ્ણ ની નવધા ભક્તિની રેખાંકિત અભિવ્યક્તિ કરવા નું મુખ્ય માઘ્યમ પિછવાઇ છે….
શ્રી નાથજી ની દરેક હવેલી માં સેંકડો પિછવાઇઓ રાખવા માં આવે છે…
અને આજે ધનિક વર્ગોમાં અને હોટલોમાં પણ ગૃહ સજાવટ ના એક ભાગ રુપે દીવાલો પર રાસ લીલા , હોલી , શરદપૂર્ણિમા , નાવ મનોરથ , બાળલીલા વગેરેની પિછવાઇઓ વડે દિવાનખંડોને અને હોલને સુશોભિત કરાય છે…
વિદેશો માં પણ પિછવાઇ ની માંગ છે.
*પિછવાઇ થી ભગવાન ના અલૌકિક સૌંદર્ય નો આનંદ માણી શકાય છે.*