“પર્યાવરણીય આયોજન અને સંચાલન સંશોધન ક્ષેત્ર” માં પી.ડી.ઇ.યુ ના બીજા વર્ષના આઈ.સી.ટી. એન્જિનિયરિંગના વિધાર્થીઓ નુ સંશોધન પેપર પ્રકાશિત થયું.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

વિશ્વની ટોય અને નામાંકિત જર્નલ સ્પ્રિંગર માં

જય ગોહિલ, જય પટેલ, જય ચોપરા, કેતુલ છાયા અને જિમી તારાવિયા (પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ) ના વિધાર્થીઓએ પ્રોફેસર મનન શાહ ના માર્ગદર્શન હેઠળ “પર્યાવરણ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રમાં બિગ ડેટા ટેકનોલોજીના આગમન” વિષય પર એક સંશોધન પેપર લખ્યું હતું, જે તાજેતરમાં (૨૭ એપ્રિલ ૨૦૨૧) વિશ્વવિખ્યાત જર્નલ સ્પ્રિંગર ના “પર્યાવરણીય આયોજન અને સંચાલન સંશોધન” માં પ્રકાશિત થયું છે.

આજના યુગમાં ટેકનોલોજીમાં થયેલી પ્રગતિને જોતાં માનવીના જીવનમા ઘણા ફાયદાઓ થયા છે અને તેમની જીવન જીવવાની સરળતા અને જીવનધોરણમાં પણ વધારો દેખાઈ આવે છે. વિશ્વમાં વધતી વસ્તી ના કારણે પાણી અને પર્યાવરણના સમગ્ર સંચાલન માં મોટા પ્રમાણમાં અસર થઇ છે, જેના પરિણામે પાણી અને પર્યાવરણીય સંસાધનોના સંચાલન અને વ્યવસ્થિત વપરાશ તરફ ભારે ચિંતા અને ધ્યાન કેન્દ્રિત થયું છે.

બિગ ડેટા અને મશીન લર્નિંગ જેવી આધુનિક ટેકનોલોજી ની મદદ થી પાણી અને પર્યાવરણીય સંસાધનોની વ્યવસ્થાપન સમસ્યાનો સમાધાન આધુનિક સેન્સર અને બિગ ડેટા વિશ્લેષણની મદદથી કરી શકાય છે. સંબંધિત ઉદાહરણો અને પરિણામ સાથે ઓનલાઇન સંસાધનોમાંથી આ સંશોધન પેપરમાં ઘણી એપ્લિકેશનોની સમીક્ષા અને ચર્ચા કરવામાં આવેલી છે. પાણીની અછત, પાણીનો બગાડ, જળ વ્યવસ્થાપન અને પર્યાવરણીય સંસાધનોના સંપર્કને મશીન લર્નિંગ અને બિગ ડેટાનો અમલ કરીને ઉકેલી શકાય છે.

આ રીતે પી.ડી.ઇ.યુ.ના વિધાર્થીઓએ જનજીવનની સ્થિરતા અને ટકાઉતા માટે પાણી અને પર્યાવરણનું મહત્ત્વ વ્યક્ત કર્યું છે અને તેના સંચાલન માટે યોગ્ય ટેકનોલોજી દ્વારા અમલીકરણ અને અરજીઓ તેમના સંશોધન પેપર માં દર્શાવેલ છે.

TejGujarati