પ્રિયંકા-નિકની અલગ થવાની અટકળો વિશે માતા મધુ ચોપરાએ તોડ્યું મૌન

મનોરંજન સમાચાર

મુંબઇ : બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ કંઈક એવું કર્યું છે, જેના પછી ફરી એકવાર નિક અને તેના લગ્નને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં અમેરિકન પોપ સ્ટાર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પ્રિયંકાએ પોતાના નામમાં જોનસ ઉમેરીને પોતાનું નામ ‘પ્રિયંકા ચોપરા જોનસ’ કર્યું હતું, પરંતુ હવે પ્રિયંકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના નામની આગળ જોનસ હટાવીને બધાને ચોંકાવી દીધા છે.

પ્રિયંકાના આ પગલા બાદ તેમના અલગ થવા અને અણબનાવની અટકળો વધુ તેજ બની હતી. જોકે પ્રિયંકા ચોપરા કે નિક જોનસ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ પ્રિયંકાની માતા મધુ ચોપરાએ આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે અને છૂટાછેડાના સમાચારને નકારી કાઢ્યા છે. ન્યૂઝ18 સાથે વાત કરતાં મધુ ચોપરાએ કહ્યું કે, આ બધુ બકવાસ છે, પ્લીઝ અફવાઓ ન ફેલાવો.
જો કે, આ પહેલીવાર નથી જ્યારે પ્રિયંકા ચોપરા અને નિકલ જોનસના અલગ થવાના સમાચાર વાયરલ થયા હોય. આ પહેલા અભિનેતા કમાલ રાશિદ ખાને પણ પ્રિયંકા ચોપરા અને નિક જોનસના અલગ થવાના કયાસ લગાવ્યા હતા.

TejGujarati