વેલીયન્ટ ક્રિકેટ બેશ 2021 માં વેલીયન્ટ ટીમબી ચેમ્પિયન બની
ક્રિકેટ બેશ 2021 ફાઇનલ મેચ માં 3 વિકેટ ઝડપનાર આકાશ વસાવા ને મેન ઓફ ધી મેચ
સૌથી વધુ 11 વિકેટ અને 69 રન કરનાર જયેશ વસાવા ને મેન ઓફ ધી ટૂર્નામેન્ટનો એવોર્ડ એનાયત કરાયો
રાજપીપલા, તા 21
ભારતમાં ક્રિકેટ પ્રેમીઓમાં ક્રિકેટનો જરાયે ઓછો નથી દિવસે ને દિવસે દર ક્રિકેટનો રોમાંચ વધતો જોવા મળે છે. ભારત ની ખ્યાતીપ્રાપ્ત વેલીયન્ટ ક્રિકેટ કલબ દ્વારા આયોજિત ક્રિકેટ બેશ 2021 માં કેપ્ટન જય ચૌધરી ની આગેવાની વાળી વેલીયન્ટ ક્રિકેટ બેશ 2021 માં વેલીયન્ટ ટિમ બી ચેમ્પિયન બની હતી જે સિયોન સ્પોર્ટ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ (વાડી, ઉમરપાડા,સુરત) ખાતે તારીખ 17 નવેમ્બર થી 20 નવેમ્બર સુધી રમાઈ હતી.
ક્રિકેટ બેશ 2021 માં 4 ટિમ એ રમી રહી હતી.જેમાં સંજય વસાવા(કેપ્ટન, ટિમ એ), શ્રીજય ચૌધરી ( કેપ્ટન, ટિમ બી), વિનોદ ગામીત (કેપ્ટન, ટિમ સી) અને અમિત વી (કેપ્ટન, ટિમ ડી) તરીકે હતા, જેમાં દરેક ટિમ 3-3 લીગ મેચ રમી હતી.જેમાં ટિમ એ 3,ટિમ બી 2 અને ટિમ સી 1 મેચ જીતી હતી ટિમ ડી ક્રિકેટ બેશ માં જીતનું ખાતું પણ ખોલી શકી નોહતી.નેટ રનરેટ ના આધારે ટિમ એ અને ટિમ બી વચ્ચે ફાઇનલ મેચ માટે ક્વોલિફાય થઈ હતી
ક્રિકેટ બેશ 2021 ફાઇનલ મેચ માં 3 વિકેટ ઝડપનાર આકાશ વસાવા ને મેન ઓફ ધી મેચ બન્યા હતા અને વેલિયન્ટ ક્રિકેટ બેશ માં સૌથી વધુ 11 વિકેટ અને 69 રન કરનાર જયેશ વસાવા ને મેન ઓફ ધી ટૂર્નામેન્ટ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, ક્રિકેટ બેશ 2021 માં ટોપ 2 બેટ્સમેન મા શ્રીજય ચૌધરી 110 રન અને પરવેઝ કુરેશી 86 રન રહ્યા હતા અને ટોપ 2 બોલર તરીકે જયેશ વસાવા .11 વિકેટ અને ભુપેન્દ્ર વસાવા 10 વિકેટ રહ્યા હતા.
ક્રિકેટ બેશ 2021 માં વેલીયન્ટ ટિમ ના ક્રિકેટર જયેશ વસાવા પણ રમ્યા હતા જેનાથી બીજી ટીમના ક્રિકેટર પણ પ્રોત્સાહિત થયા હતા.
ફાઇનલ મેચ માટે મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર વિપુલ નારીગરા મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી,તેમને ફાઇનલ માં જેમના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી પણ આપી હતી અને ત્યાં આવેલા તમામ ક્રિકેટરો ને પ્રોત્સાહિત પણ કાર્ય હતા,
” તેમણે જણાવ્યું હતું કે આપણે બધા ને ક્રિકેટ કેરિયર માટે સાચુ નોલેજ હોવી ખૂબ જરૂરી છે. મારી તમને બધા ને વિનંતી છે કે પ્રેક્ટિસ માટે તમે કોઈ પણ ટુર્નામેન્ટ કે ક્રિકેટ સિરીઝ રમો પરંતુ મારી સલાહ એ છે કે તમે ફક્ત તમે જ્યાંથી આવો છો ત્યાંના જિલ્લા ક્રિકેટ એસોસિએશન તરફ થી જ ક્રિકેટ રમો. તમારા જિલ્લાક્રિકેટ એસોસિએશન ના કેમ્પમાં જ પ્રેક્ટિસ કરો કરણ કે તમે જ્યાંથી આવો છો તે જિલ્લા ક્રિકેટ એસોસિએશન જ તમારા ક્રિકેટ ભવિષ્ય માટે સાચો રસ્તો છે”
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા