ધોરણ 8માં ભણતી આદિવાસી કન્યા નાની વયે સુંદર અવાજમાં લગ્નગીત. આદિવાસી ગીતો ગાય છે

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

બોરિદ્રા શાળાનું… “વૃક્ષો બચાવીએ “ગીત વિશ્વ કક્ષાએ પસંદગી પામ્યું

ગીતનું ગ્લોબલ સાયન્સ ઓપેરા વેબસાઈટ ઉપર પ્રસારણ કરાયું

રાજપીપલા, તા19
(દીપક જગતાપ દ્વારા )

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બોરિદ્રા પ્રાથમિક શાળાની નાનકડી આદિવાસી વિધાર્થીની સુંદર અવાજમાં ગીત ગાઈને સૌને દંગ કરી રહી છે. ગળથુંથીમાં જ આ નાનકડી આદિવાસી કન્યા સેજલ વસાવાને કોકિલ કંઠ મળ્યો હોઈ શાળામાં પાઠ્ય પુસ્તકનું કાવ્ય પઠન સાંભળ્યું ત્યારે મુખ્ય શિક્ષક દંગ રહી ગયા. આટલી નાની છોકરીનો આટલો સરસ અવાજ? તે કાવ્યો, ઘરમાં, આંગણામાં ગણગણતી આદિવાસી ગીતો, લગ્ન ગીતો સાંભળીને અનિલ સરને લાગ્યું કે કુદરતે આના ગળામાં કોકિલ કંઠ આપ્યો છે એટલે અનિલભાઈએ તેને વ્યવસ્થિત ગવડાવવાનું શરૂ કર્યું એમને લાગ્યું કે ભવિસ્યમાં આ સારી ગાયિકા બની શકે છે.
ગાયિકા બનવા જઈ રહેલી સેજલ વસાવા દ્વારા આદિવાસી લગ્નગીત એકવાર સંભળવા જેવા ખરા
તેની અંદર ઉત્તમ ગાયિકા બનવાના ગુણ હોવાનું શાળા ના મુખ્ય શિક્ષક અનિલ મકવાણા અને શિક્ષકો જણાવી રહ્યા છે.કે અમે એની પાસેથી સારા પ્રકૃતિ ગીતો, આદિવાસી ગીતો, લગ્ન ગીતો ગવડાવીએ છીએ.
જેમાં લાગ્યો કસુંબીનો રંગ… ઝવેરચંદ મેઘાણીનુંઆ શૌર્યગીત બોરીદ્રાની સેજલનો કોયલ કંઠી અવાજ સાંભળીને દંગ રહી જવાય છે.જે લોકોને ખૂબ પસંદ પડ્યું

બોરિદ્રા શાળામાં ધોરણ..8માં ભણતી દીકરી સેજલ વસાવા ખરેખર જુદાજુદા ગીત દ્વારા
સૌના માટે વિશેષ ગૌરવશાળી વિદ્યાર્થિની બની ગઈ છે. શાળામાં એ જુદાજુદા કાવ્યો કર્ણ અવાજમાં ગાય છે ત્યારે અન્ય વિધાર્થીઓ પણ પ્રિયએમાં દિલથી જોડાઈને તન્મય બની જાય છે.

અનિલ મકવાણાના માર્ગદર્શન થી આજે આ દીકરી આદિવાસી લગ્નગીત ગાતી થઈ છે. સેજલ ભણવામાં હોશિયાર છે તેમજ
મુખ્ય શિક્ષક અનિલગુરૂજીના માર્ગદર્શનથી યથાશકિત સ્વંય સુંદર ગીત ગાવા તેને સતત પ્રોત્સાહિત કરાય છે. ગામ લોકોનું કહેવું છે કે જો આ દિકરીને સારી તાલીમ મળે તો એક ઉત્તમ ગાયિકા બની શકે તેમ છે. આજે તો આ દીકરી આદિવાસી સમાજનું ગૌરવ બની છે.

તાજેતર માં બોરિદ્રા શાળાનું… “વૃક્ષો બચાવીએ “ગીતની વિશ્વ કક્ષા એપસંદગી થઈ છે. જેનું ગ્લોબલ સાયન્સ ઓપેરા વેબસાઈટ ઉપર
તા.20/11/21નારોજ સાંજે 6:30 કલાકે પ્રસારણ કરવામાં આવ્યુંત્યારે સેજલ નો અવાજ વિશ્વમાં ફેલાયો છે. સાચા અર્થમાં સેજલ નર્મદાનું ગૌરવ બની છે. એને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન મળે તો સારી ગાયિકા બની શકે છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati