ભારતનો બીજી ટી20 મેચમાં જીત સાથે શ્રેણી વિજય

ભારત રમત જગત સમાચાર

ટીમ ઈન્ડિયાએ ટી20 સીરિઝમાં ન્યૂઝીલેન્ડ સામે સતત બીજી જીત હાંસલ કરી છે. રાંચીમાં રમાઈ રહેલ બીજી ટી20 મેચમાં ભારતે 7 વિકેટથી જીત હાંસલ કરી હતી.

વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન કર્યાં બાદ ઘરેલુ ટી20 સીરિઝમાં ભારતીય ટીમ એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહી છે. રાંચીમાં રમાઈ રહેલ બીજી ટી20 મેચમાં પણ સતત બીજી જીત હાંસલ કરતાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટોથી ભવ્ય જીત મેળવી છે. મેચના હીરો રહેલ કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલની જોડીએ ભારતને શાનદાર જીત અપાવી હતી. સતત બીજી મેચમાં જીત સાથે 3 મેચની ટી20 સીરિઝમાં ભારતે 2-0થી કબ્જો જમાવી દીધો છે અને ભારતની નજર હવે ક્લિન સ્વીપ પર રહેશે.

TejGujarati