બ્રેકીંગ ન્યૂઝ નર્મદા
સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉચ્ચ અધિકારીઓ સામે સાંસદ મનસુખભાઇ વસાવાના ગંભીર આક્ષેપો

સરકાર બદનામ થાય તેવા પ્રયત્નો કેટલાક ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યા છે આવી રહયાં છે,

આવા અધિકારીઓ ના કારણે સમગ્ર આદિવાસી
આલમમાં સરકાર અને ભાજપ માટે નારાજગી ઉભી થઈ છે
આવા લોકોને વહીવટી તંત્ર પોલીસ બળથી રંજાડી રહ્યા છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક લીબડીબાર
ફળીયાના રોજગારી મેળવતા ગ્રામજનો રંજાડગીરી સામે સાંસદ લાલઘુમ

રાજપીપલા, તા 20
સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉચ્ચ અધિકારીઓ સામે સાંસદ મનસુખભાઇ વસાવાએ ગંભીર આક્ષેપો કરતો એક પત્ર નવા મુખ્યમન્ત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક લીબડીબાર
ફળીયાના રોજગારી મેળવતા ગ્રામજનોને પોલીસ બળથી રંજાડતા હોવા સામે નારાજગી વ્યક્ત કરી છે.
સાંસદ મનસુખભાઇએ પત્રમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક લીબડીબાર
ફળીયાના ગ્રામજનો પોતાની બાપદાદાની જમીન પર નાના મોટા ધંધા કરી રોજગારી મેળવે છે.તેવા લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્રએ પોલીસ બળથી રંજાડવામાં આવ્યા છે, એકમહીના પહેલા આ વિસ્તારમાં શાકભાજી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતી બહેનો પથારાને
સ્ટેટ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્રએ રફેદફે કરી નાખ્યા હતા. જયારે જે.પી. કંપની દ્રારા ડેમનુંકામ ચાલતું હતું, ત્યારે ધંધા રોજગાર જોરશોરમાં ચાલતા હતા, તે ૨૫ વર્ષથી આ વિસ્તારમાં
ધંધા રોજગાર કરતા હતા, તેમને આજે ખદેડી મુકવામાં આવ્યા છે. એકબાજુ અમે તથા રાજયસરકાર, કેન્દ્ર સરકાર સ્થાનિક આદિવાસીઓને રોજગારી આપવા માટે જાહેરમાં બાહેધરી આપી
છે.અને બીજી તરફ અમે બદનામ થઈએ છીએ , સરકાર બદનામ થાય તેવા પ્રયત્નો કેટલાક સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉચ્ચ અધિકારીઓ દ્રારા કરવામાં આવી રહયાં છે, જેના કારણે સમગ્ર આદિવાસી
આલમમાં સરકાર અને ભાજપ માટે નારાજગી ઉભી થઈ છે, સ્ટેમ્પ્સ ઓફ યુનિટીના સતા મંડળકયાંક અવ્યવસ્થા ઉભી થતી હોય તો સ્થાનિક આગેવાનો સાથે પરામર્શ કરી પ્રશ્નને ઉકેલવાના
પ્રયત્ન કરવા જોઈએ, પરંતુ આ વિસ્તારનાઆદિવાસીઓને જોડવામાં આવે તે ખરેખર યોગ્યનથી. તેથી આ વિસ્તારના ગરીબ આદિવાસીઓના હિતમાં તથા ધંધા
રોજગાર ચાલે તે માટે મુખ્યમંત્રીને દરમ્યાનગિરી કરવા અનુરોધ કર્યો છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા