નવા કૃષિ કાયદા પરત ખેંચવાને લઈને CM ભૂપેન્દ્ર પટેલની આવી પ્રતિક્રિયા.

ગુજરાત સમાચાર


કૃષિ કાયદાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે, કૃષિ કાયદો રદ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તેવામાં મુખ્યમંત્રીએ કહ્યું કે ખેડૂતોને પાકના ભાવો મળે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બદલાવના સમયે પીછેહઠ કરવાની જરૂર પડે છે. રાજ્ય સરકાર ખેડૂતોની સાથે હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું છે.

જ્યારે ભાજપના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કૃષિ કાયદા અંગે નિવેદન આપતા કહ્યું કે નવો કાયદો કૃષિ ઉત્પાદન વધારવા કૃષિ કાયદો લાવ્યા હતા..લોકશાહી પદ્ધતિને અનુરૂપ સરકારે નિર્ણય લીધો છે. કાયદામાં જે ફાયદા હતા તે આજે પણ છે… વધુમાં નીતિને પટેલે આવા નિર્ણયો લેવા માટે નૈતિક હિંમત હોવી જોઈએ, પ્રજા સાથે આંખ મેળવવાની શક્તિ હોય એ જ આવા નિર્ણય લઈ શકે…કૃષિ કાયદો પરત ખેંચાતા નીતિને પટેલે વડાપ્રધાન મોદીને અભિનંદન આપ્યા હતા…

આગામી સમયમાં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જેને લઈને કૃષિ કાયદો પરત ખેંચાયો છે, ચૂંટણી પહેલા ખેડૂતોને મનાવવા માગે છે, તેમજ 3 કૃષિ સંબંધિત કાયદા પરત ખેંચાયા બાદ ખેડૂતોના હિતમાં વધુ એક નિર્ણય લેવાઈ શકે છે એવું સુત્રો તરફથી જાણવા મળી રહ્યું છે..જાણકારો કહી રહ્યા છે કે કિનાસ સન્માન નીધિમાં ખેડૂતોની સહાય ડબલ કરવામાં આવી શકે છે. હાલ 6 હજારની સહાયને બદલે 12 વાર્ષિક સહાય આપવાનું જાહેર થઈ શકે છે. તો બીજી તરફ ખેડૂતોને મળતા બે હજારના હપ્તાની સામે 4 હજારનો હપ્તો પણ મળી શકે છે તેવું પણ મનાઈ રહ્યું છે.

TejGujarati