ભાજપના સાંસદ મનસુખ ભાઈ વસાવા આદિવાસીઓને જાગૃત કરવા જંગલો ખૂંદી વળ્યાં

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ભાજપના સાંસદ મનસુખ ભાઈ વસાવા આદિવાસીઓને જાગૃત કરવા જંગલો ખૂંદી વળ્યાં

આદિવાસીઓને જળ, જંગલ અને વનસૃષ્ટિ બચાવવા માટે જાગૃત કરવાનું બીડુ ઝડપ્યું

ખુટાઆંબા, જુનારાજ, ઝરવાણી, ધીરખાડી, બારાખાડી, કમોદીયા સહિતના ગામોમાં જઈ આદિવાસીઓએ વન શ્રુષ્ટિ બચાવવા માટે જન જાગૃતિના કાર્યક્રમો યોજતા સાંસદ

રાજપીપળા:તા 17

ગરીબ, પીડિત અને વંચિત લોકો તથા આદિવાસીઓના વિકટ પ્રશ્નોના નિરાકરણ માટે હરહંમેશ તત્પર રહેતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ ભાઈ વસાવાએ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓને જળ, જંગલ અને વનસૃષ્ટિ બચાવવા માટે જાગૃત કરવાનું બીડુ ઝડપ્યું છે.તેઓએ નર્મદા જિલ્લાના ખુટાઆંબા, જુનારાજ, ઝરવાણી, ધીરખાડી, બારાખાડી, કમોદીયા સહિતના ગામોમાં જઈ આદિવાસીઓએ વન શ્રુષ્ટિ બચાવવા માટે જન જાગૃતિના કાર્યક્રમો કર્યા હતા.

અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોમાં હજુ પણ ઘણી બધી ગેર માન્યતાઓ અને ગેરસમજ રહેલી છે.એ ગેરમાન્યતાઓ દૂર થાય અને આદિવાસીઓ શિક્ષિત બને, દેશના વિકાસમાં સહભાગી થાય તથા રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાય એ માટે ભાજપ સાંસદ મનસુખ ભાઈ વસાવાએ નર્મદા જિલ્લાના ખુટાઆંબા, જુનારાજ, ઝરવાણી, ધીરખાડી, બારાખાડી, કમોદીયા સહીત અંતરિયાળ જંગલ વિસ્તારના ગામો ખૂંદી વળી આદિવાસીઓને જાગૃત કર્યા હતા.

સાંસદ મનસુખ ભાઈ વસાવા ગ્રામજનોને જાગૃત કરતા જણાવ્યું હતું કે વનસૃષ્ટિ આદિવાસીના જીવન સાથે સંકળાયેલી છે, વનમાંથી આદિવાસીઓનું જીવન ગુજરાન થાય છે.જ્યાં આદિવાસી સમાજ વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા. જ્યાં જમીનના હક આપવાનું કામ ભાજપ સરકારે કર્યું છે.ફોરેસ્ટ વિલેજની અંદર હજી જે લોકો ને અધિકાર આપવાના બાકી છે.એમને પણ પુરાવાના આધારે જમીન મળશે.

        
સાંસદ મનસુખ ભાઈએ જણાવ્યું હતું કે હવેથી નવા વૃક્ષો ઉગાડવા એની જાણવની કરવી અને જે વૃક્ષો છે.એનું જતન કરવું .જો આમ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં વનો નો નાશ થશે.પશુ ધન ,ઘાસચારો પણ નહીં મળે ,ઘર બાંધવાના લાકડા
કે ઘરના સમારકામ કરવાના લાકડા પણ નહી મળે જેથી નવા વૃક્ષો વાવો અને વન નું રક્ષણ કરો.

 આદિવાસી સંસ્કૃતિના આસ્તિત્વ ખૂબ જરૂરી છે.ફોરેસ્ટ વિલેજના ગામોમાં સરકારે રોડ, રસ્તા, પીવાનું પાણી અને સિંચાઇની સુવિધા ગુજરાત પેટન યોજના માંથી પુરી પાડી છે.હજુ પણ જો ગામમાં સિંચાઈ માટે નહેરનું પાણી નથી મળતું .તેવા ગામોને સિંચાઇના હેતુ માટે બોર અને મોટરની સુવિધા પૂરી પાડવામાં આવશે. એ ઉપરાંત શિક્ષણનું સ્તર ઊંચું લાવા માટે બાલ-મંદીર પ્રાથમિક શિક્ષણ સુધી શિક્ષણ ગુણવત્તા વાળું મળે તે માટે વાલી અને ગ્રામજનો એ પણ કાળજી રાખવી જરૂરી છે.આવનાર સમયમાં ફોરેસ્ટ વિલેજ સંપૂર્ણ સુવિધાથી સરકાર સજ્જ કરશે. તેમણે આગામી સમયમાં જિલ્લાના અન્ય ફોરેસ્ટ વિભાગના ગામોમાં આવી જ રીતના જન જાગૃતીના કાર્યક્રમો થકી આદિવાસીઓને જાગૃત કરી વિકાસની કેડી સાથે જોડવાના પ્રયત્નો કરશે.તેમ જણાવ્યું હતું.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati