અમદાવાદ શહેર પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ કર્મચારીઓના સિટિ પલ્સ, કાંકરિયા ખાતે ઝોન-૬ તરફથી “સૂર્યવંશી ફિલ્મ” દેખાડવાનું આયોજન કરવામાં આવ્યું.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ કર્મચારીઓ પોતાની ફરજમાં સતત વ્યસ્ત રહેતા હોય તેઓનો માનસિક સટ્રેસ ઓછો થાય તેમજ મનોરંજનના ભાગ રૂપે આજરોજ ક. ૧૫/૦૦ થી ૧૮/૦૦ દરમ્યાન મિરાઝ સિનેમા, સિટિ પલ્સ, ૧૦ એકર્સ મોલ, કાંકરિયા ખાતે પો.કમિ.શ્રી, અમદાવાદ શહેર તેમજ અ.પો.કમિ.શ્રી, સે-૨, અમદાવાદ શહેર નાઓની સૂચનાથી ના.પો.કમિ.શ્રી, ઝોન-૬ તરફથી “સૂર્યવંશી ફિલ્મ” દેખાડવાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ઝોન-૧, ઝોન-૨, ઝોન-૩ તેમજ ઝોન-૭ હસ્તકના પોલીસ સ્ટેશનોમાંથી મ.પો.કમિ.શ્રી, પો.ઇન્સ.શ્રી, પો.સ.ઇ.શ્રીઓ તેમજ પોલીસ કર્મચારીઓ મળી કુલ્લે ૩૦૦ જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓ હાજર રહેલ.
આદર-આભાર
IPS Ajay Choudhary(Amdavad)
Reporter
Rajesh Baraiya (Ahm.)

TejGujarati