ભગવાન બીરસામુંડાની રાજપીપલામાં 146મી જન્મજયંતી નિમિતે વિશાળ રેલી નીકળી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ભગવાન બીરસામુંડાની રાજપીપલામાં 146મી જન્મજયંતી નિમિતે વિશાળ રેલી નીકળી

રાજપીપલા માં જનજાતિ ગૌરવદિવસ ઉજવાયો

રાજપીપલા, તા 15

ભગવાન બીરસામુંડા ના જન્મ નિમિત્તે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા આયોજીત જનજાતિ ગૌરવ દિવસ ની ઉજવણી રાજપીપલા શહેરમાં ભગવાન બિરસા મુંડાના 146મી જન્મજયંતીની ભવ્ય ની ઉજવણીકરવામાં આવી હતી.
જેનાં ભાગ રૂપે રાજપીપલા ખાતે નંદરાજાની પ્રતિમાએ ભીલ રાજાને પુષ્પાજલી અર્પી ત્યાંથી આદિવાસીઓ પારંપરીક વેશભૂષામાં સજ્જ થઈ ઢોલ નગારા અને વાજીંત્રો સાથે ભવ્ય રેલી નીકળી હતી. ત્યાંથી હરસિદ્ધિ માતાના દર્શન કરી જિન કમ્પાઉન્ડ માં રેલી જાહેરસભાંના રૂપમાં ફેરવાઈ ગઈ હતી. જેમાં સાંસદ મનસુખ વસાવા, માજી વન મઁત્રીઓ શબ્દશરણ તડવી, મોતિસિંહ વસાવા, પ્રભારી મન્ત્રી પ્રદીપસિંહ વાઘેલા, નર્મદા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ, નગરપાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલ,સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે સમસ્ત આદિવાસી ભાઇઓ તથા બહેનો સમસ્ત આદિવાસી સમાજના જન નાયકશ્રી બિરસા મુંડા જી ની ૧૪૬ મી જન્મ જયંતિની સમસ્ત દેશવાસીઓને ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું

આદિવાસી સમાજના ગૌરવશાળી ઈતિહાસ, સંસ્કૃતિ અને સિધ્ધિને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે ક્રાંતિવીર બિરસા મુંડા જી ની જન્મ જયંતીને જન જાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક કેબિનેટમાં નિર્ણય કર્યો, તો તેને સૌ સાથે મળી ખૂબ મોટા ઉત્સાહથી આવકારવા અનુરોધ કર્યો હતો.

આ દેશની જમીન, જળ, પ્રાણીઓ તથા જંગલના રક્ષણ માટે અંગ્રેજોની હકુમત સામે ઝુઝનાર તથા ૨૫ વર્ષની ભરયુવાનીમાં અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થનાર “ધરતી આબા” તથા સાચા અર્થમાં આદિવાસી સમાજના મસીહા એવા આપણા પ્રેરણાસ્ત્રોત ક્રાંતિવીર બિરસા મુંડા જી ની જન્મ જયંતીની ઉજવણી કરીએ અને સૌ સાથે મળી સંકલ્પ કરીએ કે ક્રાંતિવીર શ્રી બિરસા મુંડાજી એ આદિવાસી સમાજમાં જન જાગૃતિ લાવવા માટે કુરિવાજો તથા અંધશ્રદ્ધા દુર કરવા માટે કરેલા કાર્યો તથા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા જે ખાસ ભાર મૂકયો હતો, તેને સૌ સાથે મળી તેમના અઘૂરા કાર્યને પૂર્ણ કરવા કટિબદ્ધ બનીએ તથા આદિવાસી સમાજને સમૃદ્ધિના માર્ગે લઈ જવા માટે તેમના જીવનમાંથી પ્રેરણા લઇએ અને આપણે તથા આપણા સમાજને જાગૃત કરીએ અને આપણા રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા અનુરોધ કર્યો હતો

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati