કેમિસ્ટાર કોર્પોરેશન લિમિટેડ (બીએસઇ લિસ્ટેડ – 531163)એ 30 સપ્ટેમ્બર, 2021ના રોજ સમાપ્ત થયેલાં ત્રિમાસિકગાળા માટે રૂ. 408 લાખની કુલ સંયુક્ત આવકો નોંધાવી છે, જે અગાઉના વર્ષના સમાન સમયગાળાના રૂ. 283 લાખની તુલનામાં લગભગ 45 ટકાની વૃદ્ધિ સૂચવે છે. સમીક્ષા હેઠળના સમયગાળામાં કંપનીએ સંયુક્ત ધોરણે રૂ. 20 લાખનો નફો કર્યો છે, જે અગાઉના વર્ષના સમાન સમયગાળાના રૂ. 15 લાખની સરખામણીમાં લગભગ 34 ટકા વધુ છે.