બાળગીતોનું મહત્વ …..- બીના પટેલ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

આજે 14નવેમ્બર એટલે કે ,” બાળદિવસ “ના દિવસે બાળગીતોનો ફાળો કેટલો છે …! બાળકોના ઉછેરમાં ,એના વિષે થોડીક વાતો કરીશું
બાળકોને ગમતાં રસ -ઉલ્લાસ , જ્ઞાન-ગમ્મત અને ભાવતત્વો પરના ગીતો એટલે બાળગીતો …
બાળભોગ્ય ભાષાશૈલીમાં રચાયેલા કાવ્યો …જે બાળકોના મનોરંજન માટે હોય …છતાંયે એ કાવ્યો બાળકોને લય અને તાલ તો શીખવાડે જ છે ,
સાથેસાથે સંસ્કારનું પણ સિંચન કરે છે .
બાળક યુવાન બનીને દેશનો એક જવાબદાર નાગરિક બને ….એવા ઉમદા આશયથી કેટલાંય કવિઓએ બાળગીતો લખ્યા છે .બાળકમાં પ્રભુપ્રેમ ,દેશપ્રેમ ,વતનપ્રેમ , શાળાપ્રેમ ,માનવપ્રેમ ,પ્રકૃતિપ્રેમ તેમજ સુટેવો ના સંસ્કારનું નિરૂપણ કરવાનું કાર્ય બાળગીતો ખુબ સુંદર રીતે કરે છે .
કવિ પોતાના શબ્દોમાં બાળકની કલ્પનાને આત્મસાત કરીને ગીતો લખે છે .બાળકની વિચારશક્તિને કલ્પનાની પાંખ આપે છે .શબ્દો દ્વારા ખુલ્લા આકાશમાં ઉડવાની તક બાળકને બાળગીતો આપે છે .બાળકને ભાતૃભાવ અને વિશ્વશાંતિ નો સંદેશા પણ આપી શકાય .
પ્રકૃતિમાં રહેલ સુંદરતા,કોમળતા અને પ્રફુલ્લતા ને શબ્દરૂપી અને કાવ્યરૂપી દેહ એક કવિ આપીને જયારે બાળગીત લખે છે ….ત્યારે બાળકમાં ભાવનાત્મક પાસુ સબળ બને છે .
વર્ણાનુપ્રાશનું રમ્ય સંયોજન બાળકને એ ગીત યાદ રાખવામાં અને ગાવામાં સરળ બનાવે છે .
આમ ….
બાળગીતો બાળઉછેરમાં મહત્વનો ભાગ ભજવે છે .બાળકના નાદાન અને પારદર્શી મનોભાવ બાળગીતોથી વધારે કોણ રજૂ કરી શકે ?????

-બીના પટેલ

TejGujarati