આ તેજોમય દીવડાથી ઝગમગતું અને
આનંદની છોળો થી ભરપૂર પર્વ ….
તમારા આતમના ઓરડાનાં હરેક ખૂણા સંબંધોના રંગોથી શણગારી દે …..
મેઘધનુષી રંગોથી પણ સવાયા ગઠબંધનોથી તમારી લાગણીઓને રંગી દે …..
પોતાના મનગમતા વ્યક્તિના ઉષ્ણ શ્વાસ તમને કેટલીય યાદોના ઉપવનમાં ખેંચી જાય ….
કોઈ અજાણ્યું અસ્તિત્વ લીલું તોરણ બની તમારા સમયના બારણે મીઠી લાગણીનું પોટલું મૂકી જાય ….
કડવી વખ જેવી ઉદાસી ધેરી લે , ત્યારે ગાઢ અંધારામાં પણ એ તમારો હાથ પકડી લે ,હું છું ને એવું કાન માં કહી જાય ….
ત્યારે સમજવું આજે દિવાળી છે …..
દિપાવલી અને નૂતનવર્ષની લાગણીથી ભીંજવેલી શુભકામનાઓ ???
-બીના પટેલ
