ક્યાંક દીવડાની ઝાંખપ હોય તો તેમાં થોડું સહારારૂપી ઘી પૂરી આવીએ ચાલને આજે અલગ રીતે જ દિવાળી મનાવી આવીએ. – સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર”

ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ક્યાંક દીવડાની ઝાંખપ હોય તો તેમાં થોડું સહારારૂપી ઘી પૂરી આવીએ ચાલને આજે અલગ રીતે જ દિવાળી મનાવી આવીએ,

ક્યાંક આછા રંગોની રંગત હોય તો થોડા પ્રેમરૂપી રંગો પૂરી આવીએ ચાલને આજે અલગ રીતે દિવાળી મનાવી આવીએ,

ભલે હોય કોઈની અંધારી રાત અમાસની તેમાં લાગણીરૂપી અજવાળું કરી આવીએ ચાલને આજે અલગ રીતે દિવાળી કરી આવીએ,

સૂના હૃદય અને કંઈક કેટલા એ સમયથી ભરેલા મન દુઃખોને અળગા કરીને ક્યાંક જુકી જઈએ તો ક્યાંક હરી જઈએ ચાલને આજે અલગ રીતે જ દિવાળી કરી આવીએ..

આજથી શુરુ થતા દિવાળીના તહેવારો નિમિત્તે સર્વે વડીલોને પ્રણામ, મિત્રોને શુભકામનાઓ અને બાળકોને ઝાઝા હેત..અને માતાજીના રખોપા..

શુભ દિવાળી ??????સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર”

TejGujarati