ગુરગાંવ, 01 નવેમ્બર, 2021: કોવિડ 19ના પ્રભાવનો સામનો કરવા માટે ડ્રાઇવર પાર્ટનર્સ અને તેમના પરિવારોને મદદરૂપ બનવા ઉબરે અંદાજે રૂ. 100 કરોડની કટીબદ્ધતા વ્યક્ત કરી છે.
મોટો, ઓટો અને કેબ ડ્રાઇવર પાર્ટનર્સને ઉબર કેર ડ્રાઇવર ફંડ, કોવિડ નાણાકીય સહાયતા, ડ્રાઇવર્સ માટે રસીકરણ વળતર, સુરક્ષા કીટનું વિતરણ, વિનામૂલ્યે ડોક્ટરની સલાહ અને માઇક્રો લોન જેવી પહેલથી લાભ થયો છે.
કેટલાંક સીમાચિહ્નો નીચે મૂજબ છેઃ
ઉબર કેર ડ્રાઇવર ફંડઃ ઉબરે મહામારીની શરૂઆતના દિવસોમાં ડ્રાઇવર પાર્ટનર્સને મદદ કરવા માટે પ્રારંભિક રૂ. 25 કરોડની કટીબદ્ધતા સાથે ઉબર કેર ડ્રાઇવર ફંડની રચના કરી હતી, જેનાથી અંદાજે 1,00,000 ડ્રાઇવર પાર્ટનર્સને લાભ થયો છે.
સલામતીઃ ઉબરે ડ્રાઇવર પાર્ટનર્સ વચ્ચે સેફ્ટી કીટ અને સેફ્ટી સ્ક્રિનના વિતરણ માટે રૂ. 6 કરોડનો ખર્ચ કર્યો છે.
કોવિડ નાણાકીય સહાયતાઃ આ વર્ષની શરૂઆતમાં ઉબરે ડ્રાઇવર પાર્ટનર્સ માટે અંદાજે રૂ. 2 કરોડના મૂલ્યના કોવિડ નાણાકીય સહાયતા પ્રોગ્રામની જાહેરાત કરી હતી.
ડ્રાઇવરનું રસીકરણઃ ડ્રાઇવર પાર્ટનર્સને રસી લેવા પ્રોત્સાહિત કરવા તથા રસી લેવામાં તેમના સમયનું વળતર આફવા માટે વધારાના રૂ. 18.5 કરોડના રોકડ પ્રોત્સાહનોની કટીબદ્ધતા વ્યક્ત કરાઇ હતી. પ્લેટફોર્મ ઉપર 250,000થી વધુ ડ્રાઇવર પાર્ટનર્સને રસીનો ઓછામાં ઓછો એક શોટ મેળવ્યો છે.
માઇક્રો લોનઃ છેલ્લાં બે વર્ષમાં ડ્રાઇવર પાર્ટનર્સ માટે રૂ. 18 કરોડના મૂલ્યની માઇક્રો લોનની સુવિધા અપાઇ છે.
ઓનલાઇન ડોક્ટરની સલાહઃ આજની તારીખમાં 75 હજારથી વધુ ડ્રાઇવર્સ અને તેમના પરિવારોને વિનામૂલ્યે ઓનલાઇન ડોક્ટર સલાહની સુવિધા અપાઇ છે.
અન્યઃ વધુ રૂ. 22.6 કરોડ ડ્રાઇવરના વિવિધ બીજા લાભો તથા ડ્રાઇવર કમ્યુનિટી સાથે અર્થસભર ભાગીદારી કરવા માટે ફાળવાયા છે.
આ અંગે પ્રતિક્રિયા આપતાં ઉબર ઇન્ડિયા એસએના પ્રેસિડેન્ટ પ્રભજિત સિંઘે જણાવ્યું હતું કે, “ઉબર ખાતે અમારું માનવું છે કે ડ્રાઇવર્સને પ્લેટફોર્મ પ્રદાન કરીને તેમના માટે તકોનું સર્જન કરવા સુધી અમારી ભૂમિકા મર્યાદિત નથી. અમે હજારો ડ્રાઇવર્સ પાર્ટનર કમ્યુનિટિની રચના કરી છે અને અમે તેમના જીવનને સમૃદ્ધ બનાવવા માટે તેમની સાથે સતત સંકળાયેલા રહીશું. છેલ્લાં 18 મહિનાઓમાં ડ્રાઇવર પાર્ટનર્સને મહામારીમાંથી બહાર આવીને તેમના જીવનનું પુનઃનિર્માણ કરવાની અમારી વ્યાપક કામગીરીમાં આ પ્રદર્શિત થાય છે. આ પહેલો માટે રૂ. 100 કરોડના રોકાણ સાથે અમે ડ્રાઇવર પાર્ટનર્સને હેલ્થ ઇન્સ્યોરન્સ, નાણાકીય સહયોગ, રસીકરણ અને મેડિકલ સલાહની સારી એક્સેસ પ્રદાન કરવામાં સફળ રહ્યાં છીએ.”
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઉબરે ડ્રાઇવર પાર્ટનર્સ પ્રત્યે તેની કટીબદ્ધતા દર્શાવતા વિવિધ પહેલો લોંચ કરી છે તથા કેટલીક પ્રતિષ્ઠિત ભાગીદારી પણ કરી છે. ઉબર નવા અને ઇનોવેટિવ એંગેજમેન્ટ અને કલ્યાણકારી પહેલો દ્વારા ટકાઉ માહોલની રચના કરીને ભારતની નવી વર્કફોર્સના ભાવિને આકાર આપવા માટે સજ્જ છે.