કોરોના વોરિયર્સ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી અમદાવાદ પોલીસ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ

કોરોના વોરિયર્સ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી અમદાવાદ પોલીસ

કોરોના વોરિયર્સ પોલીસ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરતી અમદાવાદ શહેર ઓઢવ પોલીસ. શહેર કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત.

અમદાવાદના ઓઢવના પર્યાવરણ મંદિર ખાતે શહેર પોલીસ દ્વારા કોરોના વોરિયર્સ પોલીસ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી.

શહેર પોલિસ કમિશ્ર્નર શ્રી સંજય શ્રીવાસ્તવ સાથે સંયુક્ત પોલિસ કમિશ્ર્નર તેમજ સેકટર-૨ અને દરેક ઝોનના DCP અને ACP સાથે પોલિસ ઈન્સપેકટર ઓ તેમજ પોલીસ સબ ઈન્સપેકટર સાથે પોલીસ બેડાના જવાનો તેમજ પરિજનો હાજર રહ્યા હતા.

ઝોન- ૫ ના DCP શ્રી અચલ ત્યાગી સાહેબ ની સંવેદનશીલતા અને પોલીસ પરિવારો પત્યેની જવાબદારીના ભાગરુપે અને પોલિસ સંભારણાના વિશેષ દિવસને યાદ રાખીને શહેર પોલીસની ટીમ ને એકસાથે રાખી ને અનોખી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી

શહેર પોલિસ કમિશ્ર્નર ની સાથે ઉચ્ચ પોલિસ અધિકારી શ્રીઓ એ કોરોના ના સંક્રમણમા ફરજ પર જીવ ગુમાવનાર પોલિસ અધિકારી ઓ અને પોલિસ જવાનો ને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા

તો પોલિસ પરિવાર ના દીકરા દીકરી ઓને SSC-HSC મા ઝળહળતી સફળતા પાપ્ત કરતા શહેર પોલીસ કમિશ્ર્નર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ના હસ્તે સન્માનપત્ર અર્પણ કરાયા હતા

આ કાર્યક્રમ દરમ્યાન વક્તતુત્વ સ્પર્ધા સાથે ચિત્ર સ્પર્ધાઓ પણ યોજી ને તેઓ ને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક સતત બીજા વર્ષે કોરોના ના કપરા કાળ મા ઝોન-૫ DCP અચલ ત્યાગી સાહેબ શ્રી એ કયુઁ હતું અને પોલિસ કમિશ્ર્નર સાહેબ શ્રીને પોલિસ બેન્ડના સુરો સાથે સલામી આપી હતી

TejGujarati