ધાર્મિક

તલગાજરડા.તા-૩૦-૧૦-૨૧
આજે ગુજરાત વિધાનસભાનાં પહેલા મહિલા સ્પીકર શ્રીમતિ નીમાબેન આચાર્ય ચિત્રકૂટધામ-તલગાજરડા ખાતે મોરારિબાપુ અને શ્રી ચિત્રકૂટ હનુમાનજી મહારાજનાં દર્શન-આશીર્વાદ માટે મોરારિબાપુનાં ગામ તલગાજરડા સ્થિત શ્રી હનુમાન જી મંદિર- ખાતે આવ્યા.
પૂજ્ય બાપુનાં દર્શન આશીર્વાદ અને ઉમળકો દર્શાવીને તલગાજરડા ખાતે ચિત્રકૂટ ધામ સેવા આપતી બધી બહેનો સાથે તસવીરો-ફોટાઓ ખેંચાવ્યા તેમજ દરેક બહેનનું શાલ-મેમેન્ટો-પ્રસાદી સાથે અભિવાદન પણ કર્યું.
મોરારિબાપુએ પણ ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો.
તસવીરમાં નીમાબેન આચાર્ય આનંદદાયક પળોમાં જોઇ શકાય છે

TejGujarati