ભારતીય તટરક્ષક દળ પ્રદેશ (ઉત્તર પશ્ચિમ) દ્વારા ‘સ્વતંત્ર ભારત @75: અખંડિતા સાથે આત્મનિર્ભરતા’ થીમ પર વૉકેથોનનું કરાયું આયોજન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ભારતીય તટરક્ષક દળ પ્રદેશ (ઉત્તર પશ્ચિમ) દ્વારા ‘સ્વતંત્ર ભારત @75: અખંડિતા સાથે આત્મનિર્ભરતા’ થીમ પર વૉકેથોનનું કરાયું આયોજન

અમદાવાદ: ભારતીય તટરક્ષક દળ પ્રાદેશિક હેડક્વાર્ટર (ઉત્તર પશ્ચિમ) દ્વારા 30 ઓક્ટોબર 2021ના રોજ ગુજરાતના ગાંધીનગર ખાતે “સ્વતંત્ર ભારત @75: અખંડિતા સાથે આત્મનિર્ભરતા” થીમ પર વૉકેથોન યોજવામાં આવી હતી. આ કાર્યક્રમ સતર્કતા જાગૃતિ સપ્તાહ 2021ના ભાગ રૂપે યોજાયો હતો.
આ વૉકેથોનના ભાગરૂપે ICGના 75 કર્મીઓ અને તેમના પરિવારજનો તેમજ બાળકોએ બેનરો અને પ્લેકાર્ડ સાથે જાહેર વિસ્તારોમાં કૂચ કરીને સામાન્ય લોકોને જીવનના વિવિધ ક્ષેત્રોમાં અખંડિતા સાથે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

TejGujarati