રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે તલગાજરડા ખાતે પૂજ્ય મોરારી બાપૂની મુલાકાત લીધી

ધાર્મિક સમાચાર

 

29 ઓક્ટોબર, 2021: ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં તલગાજરડા ખાતે પૂજ્ય મોરારી બાપુની મુલાકાત લીધી હતી. પૂજ્ય મોરારી બાપૂએ તેમના ગામમાં હનુમંત હાઈસ્કૂલ નજીક હેલીપેડ ખાતે રાષ્ટ્રપતિશ્રી નું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ ચિત્રકૂટ ધામ માં હનુમાન મંદિરે ગયાં હતાં. આ દરમિયાન બંન્ને મહાનુભાવોએ વિવિધ વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી. ૨૦૧૯માં બાપુ દિલ્લી રાષ્ટ્રપતિ ભવન ખાતે એક કાર્યક્રમમાં ગયા હતા. ત્યારે મહામહિમશ્રી એ કહ્યું હતું કે એક વખત આપના ગામ આવીશ. આજે આવ્યા અને તેમણે તલગાજરડા ગામ ચિત્રકૂટ ખુબ ગમ્યું. રાષ્ટ્રપતિશ્રી કોવિંદની સાથે તેમના પત્નિ શ્રીમતી સવિતા કોવિંદજી અને તેમના પુત્રી શ્રી સ્વાતિ પણ આવ્યાં હતાં. લગભગ એક કલાક થી વધારે સમય તેમણે ત્યાં ગાળ્યો. અને પછી કૈલાશ ગુરુકુળ ખાતે તેમને પ્રસાદ લીધો. તેઓ પ્રસાદ લઇને લગભગ બે કલાક જેટલો સમય વિતાવીને ત્યાં વિશ્રામ કર્યો અને પછી ભાવનગર શહેરમાં બીજા એક કાર્યક્રમમાં સામેલ થવા માટે રવાના થયાં હતાં. પ્રોટોકોલ તોડીને રાષ્ટ્રપતિશ્રી તલગાજરડાના લોકોને રસ્તા પર જઈને મળ્યા હતા અને એવું કહ્યું હતું કે દિલ્લી આવો તો કેહજો કે હું તલગાજરડાનો છું હું તમને મળીશ . તેમણે બાપુ સમક્ષ પોતાનો ભાવ વ્યક્ત કરતા એમ કહ્યું કે બાપુ આ ખુબ દિવ્ય અને પવિત્ર સ્પંદનો વાળું વાતાવરણ છે મને એમ થાય છે કે હું ફરી વખત આવું. ગવર્નર અને શિક્ષણ મંત્રી પણ તેમની સાથે હતા .

TejGujarati