ટાટા હેરિયર ઐતિહાસિક સુદર્શન ભારત પરિક્રમા રેલી આજે અમદાવાદમાં લઈ જાયછે એનએસજીના 47 કમાન્ડો 15 ટાટા #ડાર્ક હેરિયર સાથે 18 શહેરોમાં 7500 કિમી સુધી પ્રવાસ કરશે

બિઝનેસ

 

 

અમદાવાદ, 28મી ઓક્ટોબર, 2021- ભારતની આઝાદીન 75મી વર્ષગાંઠની યાદગીરીમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 47 નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) કમાન્ડોના ઈલાઈટ ગ્રુપે ‘Sudarshan Bharat Parikrama’ શરૂ કરી છે, જે દેશભરમાં ખૂણેખાંચરે જશે. ભારતની સૌથી વિશાળ ઘરઆંગણે વૃદ્ધિ પામેલી વાહન ઉત્પાદક ટાટા મોટર્સની ટફ અને રગ્ડ એસયુવી ટાટા #ડાર્ક હેરિયર બ્લેક કેટ કમાન્ડોના ધારદાર વ્યક્તિત્વને શોભે છે અને આ સફરમાં એનએસજીનું પસંદગી વાહન હોવા બદલ ગૌરવ અનુભવે છે.

15 ટાટા #ડાર્ક હેરિયરમાં આ સીમાચિહનરૂપ રેલી એક મહિનાથી ઓછા સમયમાં 18 મુખ્ય શહેરોમાં પ્રવાસ કરીને 7500 કિમી અંતર પાર કરશે. નવી દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લાથી શરૂઆત કરતાં ‘Sudarshan Bharat Parikrama’ રેલી આગ્રા, લખનૌ, વારાણસી, બોધ ગયા, જમશેદપુર, કોલકતા, ભુવનેશ્વર, બરહામપુર, વાયઝેગ, વિજયવાડા, હૈદરાબાદ, ઓંગોલે, ચેન્નાઈ, બેન્ગલુરુ, હુબલી, મુંબઈમાંથી પ્રવાસ કરીને આજે અમદાવાદમાં આવી હતી. આ રેલી હવે જયપુર જશે અને માર્ગમાં ટીએમએલ ડીલરશિપ્સ ખાતે પિટસ્ટોપ્સ કરવાનું ચાલુ રાખશે.

એનએસજી આતંકવાદ સામે લડતું પ્રતિષ્ઠિત સલામતી જૂથ છે અને તેના કમાન્ડે બહાદુર, ઉચ્ચ પ્રોત્સાહિત હોવા સાથે સૌથી મુશ્કેલ સ્થિતિઓમાં જીતવા માટે ખાસ તાલીમબદ્ધ હોય છે. 2જી ઓક્ટોબરથી ભારતનાં મુખ્ય વોર મેમોરિયલ્સ અને સ્મારકોની મુલાકાત લેતાં આ રેલીનું લક્ષ્ય રાષ્ટ્રના સંરક્ષકોની સમર્પિતતા અને ખંતની ઉજવણી કરવાનું છે. એનએસજી માટે સલામી આપતાં ટાટા મોટર્સ #ડાર્ક હેરિયરના ગ્રાહકો પણ રેલીમાં જોડાઈ શકે છે.

જય હિંદ!

 

 

 

 

 

 

 

 

 

 

TejGujarati