અમદાવાદ ખાતે લંડનયાર્ડ પિઝાએ પોતાની પ્રથમ એનિવર્સરીની ઉજવણી કરી

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ

અમદાવાદ ખાતે લંડનયાર્ડ પિઝાએ પોતાની પ્રથમ એનિવર્સરીની ઉજવણી કરી

  • લંડનયાર્ડ પિઝા ગુજરાત માં 80 આઉટલેટ્સ ધરાવે છે 
  • આગામી 5 વર્ષ માં કંપની નું 250-300 સ્ટોર ખોલવાનું લક્ષ્ય 

જ્યારે પિઝાની પ્રથમ શોધ કરવામાં આવી ત્યારે તેને બનાવવા માટે કલા ની જરૂર પડતી હતી કારણ કે તે બધા સંપૂર્ણપણે હાથ દ્વારા બનાવવામાં આવ્યા હતા. ત્યારે કોઈપણ પ્રકાર ના મશીન નોહતા અને પીઝા સંપૂર્ણપણે હાથ થી બનાવવામાં આવતા હતા. લંડનયાર્ડ પિઝા શરુ કરવાનો હેતુ લોકો ને હેલ્થી અને ટ્રેડિશનલ પ્રકાર ના પીઝા ખવડાવવાનો હતો માટે લંડનયાર્ડ પિઝા ખાતે ‘આર્ટિસન’ કન્સેપટ ને ધ્યાન માં રાખી ને હેન્ડમેડ પીઝા લોકો ને આપવામાં આવે છે.

પ્રથમ એનિવર્સરી વિષે વાત કરતા લંડનયાર્ડ પિઝા ના ફાઉન્ડર આનંદ હિના ઠક્કર એ જણાવ્યું કે* “અમને આ એક વર્ષ માં ગુજરાત માર્કેટ માંથી ખુબજ સારો પ્રતિસાદ મળ્યો છે જે અમને વધુ સારું કરવા માટે પ્રેરે છે. અમારી બ્રાન્ડ માત્ર ખાદ્યપદાર્થો વેચવામાં જ નહીં પરંતુ એકસાથે વાતાવરણ, ગ્રાહક સેવા, ખાદ્યપદાર્થોની ગુણવત્તા, કિંમત અને સ્વચ્છતાની કાળજી લેતા ગ્રાહકોને આરોગ્યપ્રદ અનુભવ આપવામાં માને છે.”

અત્યારે સમગ્ર ગુજરાત માં 80 આઉટલેટ્સ છે. માર્ચ 2022 સુધીમાં કંપનીએ પાન ઈન્ડિયા (બેંગ્લોર – 3, હૈદરાબાદ – 3, પુણે – 3, દિલ્હી એનસીઆર – 3) 20 સ્ટોર્સ ખોલવાનું આયોજન કર્યું છે. માર્ચ 2022 સુધીમાં કંપની યુએસએમાં 5 ફ્રેન્ચાઈઝી, કેનેડામાં 1 અને યુકે લંડનમાં કંપનીની માલિકીની સ્ટોર વેચવા સાથે વૈશ્વિક થઈ ગઈ છે.

બાઈટ: આનંદ હિના ઠક્કર, ફાઉન્ડર

TejGujarati