૧૯૯૭ બાદ ૨૪ વષૅ પછી અખબાર નગર ખાતે આવેલ રચના હાઈ સ્કૂલ ના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દ્ઘારા સ્કુલ ના શિક્ષકૉ સાથે ફરી ઍક વાર ગરબા નું ભવ્ય આયોજન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

૧૯૯૭ બાદ ૨૪ વષૅ પછી અખબાર નગર ખાતે આવેલ રચના હાઈ સ્કૂલ ના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દ્ઘારા સ્કુલ ના શિક્ષકૉ સાથે ફરી ઍક વાર ગરબા નું ભવ્ય આયોજન (રચનાત્મક ચેરીટેબલ ટ્રસ્ટ) બાઇટ: હિતેષકુમાર પટેલ.
૨૪ વષૅ પછી અખબારનગર પાસે આવેલ રચના હાઈ સ્કૂલ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ દ્ઘારા ગત રોજ તારીખ : ૨૪/૧૦/૨૦૨૧ ના રોજ ગુજૅર સમાજ ની વાડી નિણૅય નગર ખાતે એક ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું.

૧૯૯૭ માં ધોરણ ૧૨ પાસ થયા બાદ સ્કૂલ માં થી કોલેજ માં અભ્યાસ તરફ વળી ગયા ત્યારબાદ નોકરી અને કુટુંબમાં વ્યવસ્થ થઈ ગયા આમ ૨૪ વષૅ ના વિતી ગયેલા સમય ગાળા બાદ કોરોના કાળ દરમ્યાન પોતાના બાળકોને શિક્ષકો દ્ઘારા ઓનલાઇન ભણતા જોઈ પોતાના શિક્ષકૉ યાદ આવવા લાગ્યા. સ્કૂલ માં સાથે ભણનાર મિત્રો ને શોધી શિક્ષકો ને ફરીથી એક વાર મળવાની અને તેમની સાથે ફરી એક વાર શાળામાં ભણતર સમયે માણેલ સાસ્કૃતિક પ્રોગામ માં ભાગ લઈ મેળવેલ આનંદ ને ફરી એકવાર માણવાની વાત ને લઈ આ વિધ્યાર્થી ઓ દ્ગારા ગરબા નું આયોજન કરેલ. શાળામાં અભ્યાસ દરમ્યાન શાળામાં ઉજવાતા કાયૅક્રમો માં ભાગ લઇ આનંદ અનુભવ તા હતા ફરી એક વાર શિક્ષકો સાથે આનંદ ભૈર ઉજવણી કરવા આ ગરબા નું આયોજન કરવામાં આવેલ સાથે સાથે આ વિધ્યાર્થીઓ દ્ગારા સ્કૂલ ના નામ પરથી એક “રચનાત્મક ચેરીટેબલ ટ્રસ્ટ” પણ બનાવવામાં આવ્યું છે.
આ આયોજન માં વિદ્યાર્થીઓ એ રચના હાઇ સ્કૂલ ના પ્રિન્સિપાલ મનુભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં સમગ્ર શિક્ષક ગણે હાજરી આપી હતી જેમાં સ્કૂલ ના પ્રિન્સિપાલ મનુભાઈ પટેલ, ધીરૂભાઈ પટેલ, ખુશાલભાઈ ચાવડા, અશોકભાઈ, જીતુભાઇ, બેલાબેન પટેલ, નીતાબેન, ઉષાબેન, જાનકી બેન, મનીતાબેન, ભારતીબેન, તેમજ અરૂણાબેન સહિત તમામ શિક્ષણ ગણે હાજરી આપી દિપ પ્રાગટ્ય કરી ગરબા ના આયોજન ની હષૅ અને ઉલ્લાસ થી શરૂઆત કરી હતી પ્રથમ માં અંબાજી ની આરતી સમગ્ર શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થી ગણ દ્વારા કરી ગરબા ની શરૂઆત કરાઇ હતી. આ ગરબા દરમ્યાન માતા પિતા ને જે શિક્ષકો ભણાવતા હતા તેમને મળી તેમના બાળકો મા પણ હષૅ અને આનંદ જોવા મળ્યો હતો. આમ ૨૪ વષૅ બાદ ફરી એકવાર શિક્ષકો પણ પોતાના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ ને મળી ગરબા ના આયોજનનો ભાવપૂર્વક બિરદાવી ફરી એક વાર વિદ્યાર્થીઓ સાથે ગરબા માણ્યા હતા.

બાઇટ : હિતેષકુમાર પટેલ

TejGujarati