મોરારીબાપૂ દ્વારા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને નેપાળ ખાતે પૂરમાં માર્યા ગયેલા લોકોને ૬ લાખની સહાય

ધાર્મિક

 

 

​એકતરફ દેશમાંથી ચોમાસાની ઋતુ પુરી થઈ રહી છે તેવે વખતે તાજેતરમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદશ તેમજ ભારતના પાડોશી દેશ નેપાળ ખાતે અતિ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ બન્ને રાજ્યો તેમજ નેપાળના વિવિધ વિસ્તારોમાં એકસો પચાસ થી વધુ લોકોના મૃત્યુ થયા છે.

​ઉપરોક્ત વિસ્તારોમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને તત્કાલ સહાય અર્થે હનુમાનજીની સાંત્વના રૂપે પૂજ્ય મોરારીબાપૂ દ્વારા રૂપિયા ૬ લાખની સહાયતા રાશી પ્રેષિત કરવામાં આવશે આ પૈકી રૂપિયા બે લાખ પચાસ હજાર મુખ્યમંત્રી શ્રી રાહત ફંડ ઉત્તરાખંડ, રૂપિયા બે લાખ પચાસ હજાર મુખ્યમંત્રી શ્રી રાહત ફંડ હિમાચલ પ્રદેશ અને રૂપિયા ૧ લાખ નેપાળ ખાતે મોકલવામા આવશે.

​તમામ મૃતકો ના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ પ્રાર્થના કરી છે અને મૃતકો ના પરિવાર જનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

TejGujarati