આજે ફરી તારી સાથે કરેલી વાત યાદ આવી ગઈ,
આજે ફરી તારી સાથેની પૂનમની રાત યાદ આવી ગઈ,
સાથે બેસીને જોયેલી તારલાની ચમક યાદ આવી ગઈ,
હાથમાં હાથ નાખીને કરેલી આંખોની ગુસ્તાખી યાદ આવી ગઈ,
તારા હાથથી સ્પર્શ થયેલી દૂધ પૌઆની મીઠાસ યાદ આવી ગઈ,
આજે પૂનમના દિવસે ફરી એ સાથે જોયેલા સપનાની વાત યાદ આવી ગઈ..
શરદપૂનમના ચાંદની જેમ આપનો ચાંદ અને જીવન પણ સતત ચમકતો, શીતળ અને ઝળહળતો રહે તેવી શુભકામનાઓ..
સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “
