મલ્હાર ઠાકર, હિતેનકુમાર સ્ટારર ‘ધુંઆધાર’નો શેમારૂમી પર થશે વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર, 21 ઓક્ટોબરે થશે

મનોરંજન

 

 

મલ્હાર ઠાકર અને હિતેનકુમાર સ્ટારર સુપરહિટ ફિલ્મ એક એવા યુવાનની વાત છે, જેની જિંદગી એક એક્સિડન્ટ પછી બદલાઈ જાય છે.

 

મુંબઈ, — ઓક્ટોબર

કોરોના બાદ થિયેટરમાં રિલીઝ થયેલી પહેલી ગુજરાતી ફિલ્મ ‘ધુંઆધાર’ ટૂંક સમયમાં જ તમે ઘરે બેઠા જોઈ શક્શો. સૌથી વધુ ગુજરાતી કન્ટેન્ટ ધરાવતી શેમારૂમી એપ પર ટૂંક સમયમાં બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુંઆધાર’નો વર્લ્ડ પ્રીમિયર થવા જઈ રહ્યો છે. દર્શકો માટે રસપ્રદ વાત એ છે કે બે ગુજરાતી સુપરસ્ટાર્સ મલ્હાર ઠાકર અને હિતેનકુમાર પહેલીવાર સાથે દેખાઈ રહ્યા છે. આ સુપરહિટ ફિલ્મમાં એક એવા યુવાનની વાત છે, જેની જિંદગી એક એક્સિડન્ટ પછી બદલાઈ જાય છે.

એક અકસ્માત ઘણા બધાનું જીવન બદલી નાખતો હોય છે. ફિલ્મ ‘ધુંઆધાર’ની વાર્તા આવા જ એક બોક્સર યુવાનના જીવન પર આધારિત છે, જેની જિંદગી અકસ્માત બાદ બદલાઈ જાય છે. ફિલ્મનું મુખ્ય પાત્ર આરવ એક અકસ્માત સર્જી બેસે છે, અને આ ભૂલ આરવના જીવનમાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ લઈને આવે છે.

‘ધુંઆધાર’માં બોક્સર આરવનું પાત્ર સુપરસ્ટાર મલ્હાર ઠાકરે ભજવ્યું છે, તો અકસ્માતના કેસની તપાસ કરતા ઈન્સ્પેક્ટર તરીકે ડેશિંગ અને લોકપ્રિય અભિનેતા હિતેનકુમાર જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં નેત્રી ત્રિવેદી, આલીશા પ્રજાપતિ, ડિમ્પલ બિસ્કુટવાલા અને દીપ ધોળકિયા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

બોક્સર આરવનું પાત્ર ભજવવા માટે મલ્હાર ઠાકરે સ્ક્રીપ્ટની ડિમાન્ડ મુજબ પોતાના બોડી પર આકરી મહેનત કરવાની સાથે જ બોક્સિંગની તાલીમ પણ લીધી છે. મલ્હારનું કહેવું છે કે,’આ વખતે મેં કંઈક નવું કરવાની તક ઝડપી છે. મને તો આ પાત્ર ભજવવાની ખૂબ જ મજા પડી છે. આનંદ એ વાતનો છે કે દર્શકોએ પણ મને નવા અવતારમાં સ્વીકારી લીધો છે. અને હિતેનકુમાર સાથે સ્ક્રીન શૅર કરવાની હોય, પછી એનાથી વધુ ઉત્સાહની વાત બીજી શું હોઈ શકે.’

તો હિતેનકુમારનું પણ કહેવું છે કે,’ગુજરાતી ફિલ્મોના નવા દૌરમાં આવી ફિલ્મો લખાય છે, અને આવા પાત્રો ભજવવા મળે છે, તે સુવર્ણતક સમાન છે. મલ્હાર જેવા લોકપ્રિય યુવાન સાથે કામ કરવાની પણ પોતાની જ મજા છે. બસ મને એવી આશા છે કે આવી જ સારી ફિલ્મો લખાતી રહે, તો મને પણ નવા નવા પાત્રો ભજવવાની તક મળતી રહે.’

રેહાન ચૌધરી ડિરેક્ટેડ આ ફિલ્મમાં આખરે આરવને તેની ભૂલની સજા થાય છે કે તે બચી જાય છે, તે જાણવું રસપ્રદ રહેશે. શેમારૂમી પર ફિલ્મ ‘ધુંઆધાર’ 21 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.

ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મુવી કે વેબસિરીઝ રિલીઝ થઈ રહી છેય. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.

TejGujarati